ગુજરાતની છબી ખરડાઈઃ 2020-21માં કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ટોચ પર

દેશભરમાં કુલ 100 આરોપીઓનાં મોત

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 17 કસ્ટોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં દેશમાં લગભગ 100 જેટલા આરોપીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, કેલેન્ડર વર્ષ 2018-19માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછી વર્ષ 2019-20માં 12, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે. રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે.

કયા રાજ્યમાં કેટલાં મોત
ગુજરાત – 17 મોત
મહારાષ્ટ્ર – 13 મોત
ઉત્તર પ્રદેશ – 8 મોત
પશ્ચિમ બંગાળ – 8 મોત
મધ્ય પ્રદેશ – 8 મોત
ઝારખંડ – 5 મોત
કર્ણાટક – 5 મોત
દિલ્હી – 4 મોત
ઓડિશા – 4 મોત
આધ્રપ્રદેશ – 3 મોત
બિહાર – 3 મોત
રાજસ્થાન – 3 મોત
છત્તીસગઢ – 3 મોત
હરિયાણા – 3 મોત
પંજાબ – 2 મોત
જમ્મુ-કશ્મીર – 2 મોત
અરુણાચલ પ્રદેશ – 1 મોત
આસામ – 1 મોત
કેરળ – 1 મોત
ઉત્તરાખંડ – 1 મોત
તેલંગાણા – 1 મોત

NCRBના રિપોર્ટમાં પણ ગુજરાતની છબી ખરડાઈ
નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વિના રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતા.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી