ગુજરાતના જાંબાઝ, બાહોશ અધિકારીની આખરે રોમાં નિમણૂંક

નેટકાકિયા દ્વારા અગાઉ છપાયો હતો અહેવાલ

ATSમાં ફરજ બજાવતા IPS હિમાંશુ શુક્લાને RAWમાં નિયુક્ત કરાયા છે. દિલ્હીમાં 4 વર્ષમાં ડેપ્યુટેશન સાથે બઢતી અપાઇ છે.

ગુજરાત સરકારે 22 ડિસેમ્બરની રાત્રે 7 આઈ.પી.એસને ડીએસપી ટુ ડીઆઈજીના પ્રમોશન આપ્યાં. આ પ્રમોશન સાથે જ ગુજરાત ATS ડીઆઈજી હિમાંશુ શુક્લાનો રોમાં જવાનો રસ્તો ક્લિયર થઇ ગયો છે. રાજ્યના સિનિયર અધિકારીઓનું માનીએ તો હિમાંશુ શુક્લાની ડિટેક્શનની માસ્ટરી અને ગુનેગારોના નેટવર્ક પર મજબૂત પક્કડ છે. આ પકડ હવે માત્ર ગુજરાત કે ભારત પુરતી જ નથી રહી, પરંતુ તેમનું નેટવર્ક મીડલ ઇસ્ટના દેશો સુધી ફેલાયેલું છે.

ગુજરાત ATSને દેશની સર્વશ્રેષ્ઠ એજન્સીઓમાં સર્વોચ્ચ સ્થાન આપવામાં હિમાંશુ શુક્લાએ એકલે હાથે સિંહ ફાળો આપ્યો છે અને એમની લીડરશીપ હેઠળ પોલીસ અધિકારીઓ એ અકલ્પનીય ઓપરેશન હાથ ધર્યા છે.

આમ તો હિમાંશુ શુકલાના કોઈને કોઈ કેસને લઈને ચર્ચામાં રહેતા જ હોય છે પણ હાલમાં તેઓ વધુ ચર્ચામાં છે તેનું કારણ છે ગુજરાતની સેવા કરતા આ રક્ષકને હવે દેશની સેવા કરવાની ઉત્તમ તક મળી છે. ગુજરાત ATSમાં DIG તરીકે ફરજ બજાવતા હિમાંશુ શુકલા હવે ટુંક સમયમાં દેશની સૌથી મોટી જાસૂસી સંસ્થા RAWમાં સેવા આપવા જશે. હિમાંશુ શુકલા આજે ગુજરાતભરમાં જાણીતું નામ બની ગયુ છે. આ નામ તેમણે કરેલી પ્રશંસનીય કામગીરીના કારણે થયું છે.

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી