ગુજરાતનું નવું મંત્રીમંડળ : કોણ બન્યું કેબિનેટ મંત્રી, કોને મળ્યો સ્વતંત્ર હવાલો, જુઓ આખું લીસ્ટ

LIVE UPDATE –

  • સૌ પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ એકસાથે શપથ લીધા
  • કેબિનેટ મંત્રી તરીકે કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણે પણ એકસાથે શપથ લીધા
  • ગુજરાતનું નવું મંત્રીમંડળ : હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ભાઈ ચૌધરી, મનીષા વકીલ રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા
  • ગુજરાતનું નવું મંત્રીમંડળ : મુકેશ પટેલ, કીર્તિસિંહ વાઘેલા, નિમિષા બેન સુથાર, કુબેરભાઈ ડીંડોર, અરવિંદ રૈયાણીએ રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે લીધા શપથ
  • રાજ્યકક્ષાના મંત્રી તરીકે રાઘવજી મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમ, ગજેન્દ્ર પરમારે એકસાથે શપથ લીધા
  • 9 કેબિનેટ અને 15 રાજ્યકક્ષાના મંત્રીઓએ લીધા શપથ
  • રૂપાણી-નીતિન પટેલ સહિત પૂર્વ મંત્રી-ધારાસભ્યો-નેતાઓ રાજભવન પહોંચ્યાં
  • શપથવિધિ બાદ સાંજે 4:30 વાગે કેબિનેટ બેઠકમાં ખાતાંની ફાળવણી થશે
  • જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક

ગુજરાતના મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ શરૂ થઇ ગઇ છે. રાજભવન ખાતે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહેશે. નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે બે દિવસ સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.

ભાજપે ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી હોવાનું સામે આવ્યુ છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારના એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવવામાં નહી આવે. ભાજપે અપનાવેલ આ નવા વ્યૂહ હેઠળ 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાનો દાવ અજમાવ્યો છે. ભૂતકાળમાં ભાજપે મહાનગરપાલિકાનીઓની ચૂંટણીમાં આ પ્રકારે ‘નો રિપિટ થિયરી’ અપનાવીને મહાનગરોમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.

શપથગ્રહણ પહેલાં ધારાસભ્યોને મંત્રીપદ સોંપાશે એવા ફોન કરવામાં આવી રહ્યા છે, જેમાં ગણદેવીના નરેશ પટેલ, કનુ દેસાઇ, દુષ્યંત પટેલ, કિરીટ રાણા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી, મનીષા વકીલ, પ્રદીપ પરમાર, કુબેર ડિંડોરને અત્યારસુધીમાં ફોન આવી ચૂક્યા છે.

આ પહેલાં ગુજરાતના રાજકારણમાં બુધવારનો દિવસ ચોંકાવનારો રહ્યો હતો. નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હતાં. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટળી ગયું હતું. છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલીવાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું.

ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રી :

રાજેન્દ્ર ત્રિવેદી, MLA, રાવપુરા
રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય
જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર
પૂર્ણેશ મોદી, MLA, સુરત પશ્ચિમ
નરેશ પટેલ, MLA, ગણદેવી
પ્રદિપ પરમાર, MLA, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી
કનુ દેસાઇ, MLA, પારડી

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

હર્ષ સંઘવી, MLA, મજૂરા
જીતુ ચૌધરી, MLA, કપરાડા
જગદીશ પંચાલ, MLA, નિકોલ
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રી

કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ
કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ
વિનુ મોરડિયા, MLA, કતારગામ
દેવાભાઈ મલમ, MLA, કેશોદ
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ
આર.સી મકવાણા, MLA, મહુવા

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી