ગુજરાતના નવા સુકાની નવી ટીમ!

નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થીયરી!

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી ટીમનું જાહેરાત સાથે બપોરે 1:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે હવે ધારાસભ્યોને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થયા છે.

અસરવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર જણાવ્યું કે, નવા મંત્રીમંડળ માટે ખુદ સીએમ ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો તેમને ફોન આવ્યો હતો. જેમા તેમને તમે મંત્રી બનો છો તેમ કહેવામાં આવ્યું હતું. અંદાજે 15-20 મિનિટ પહેલા તેમને ફોન મારફતે આ ખુશખબરી મળી હતી. ત્યારબાદથી તેમના વિસ્તારમાં ઉજવણી ચાલી રહી છે.

નો રિપીટ થિયરી અજમાવી ભાજપ હાઇકમાન્ડ ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં એક નવો પ્રયોગ કરવા જઇ રહી છે .નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા ઉપરાંત કુંવરજી બાવળિયાને પડતા મૂકવા ભાજપ હાઇકમાન્ડે મન બનાવ્યુ હતું પણ આ ચારેય વગદાર નેતાઓને મંત્રીપદ ન અપાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતવિસ્તારમાં મોટો પ્રભાવ પડી શકે છે જેના કારણે મંત્રીના નામો પર પસંદગી અટકી પડી હતી. એટલુ જ નહીં, શપથવિધી સમારોહ પણ રદ કરવો પડયો હતો.

અગાઉ આજે અમદાવાદ એનેક્ષીમાં ભાજપની બંધબારણે મહત્વની બેઠક યોજાયા બાદ ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર યાદવ વચ્ચે નવા મંત્રીઓના નામને લઈને છેલ્લી ઘડીનું મંથન કરવામાં આવ્યું હતું જે બાદ જે ધારાસભ્યો મંત્રી બનવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત તમામ નેતાઓના નામ ધીમે ધીમે બહાર આવતા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ વિવાદો વચ્ચે અગાઉથી ધારાસભ્યોને કોલ કરવાનું ટાળવામાં આવ્યું હતું, શપથવિધીના બે કલાક પહેલા ઝોન મુજબ ધારાસભ્યોને ફોન કરવાની જવાબદારી વિજય રૂપાણી, નીતિન પટેલ, સી.આર.પાટીલને સોંપવામાં આવી હતી કટેલાક ધારાસભ્યો રાત્રિથી જ ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા.

કોને-કોને આવ્યો ફોન?

હર્ષ સંઘવી, MLA, મજૂરા દક્ષિણ ગુજરાત
નરેશ પટેલ, MLA, ગણદેવી દક્ષિણ ગુજરાત
કિરિટસિંહ રાણાં, MLA, લિંબડી સૌરાષ્ટ્ર
અરવિંદ રૈયાણી, MLA, રાજકોટ દક્ષિણ સૌરાષ્ટ્ર
કનુ દેસાઇ, MLA, પારડી દક્ષિણ ગુજરાત
ઋષિકેશ પટેલ,MLA, વિસનગર ઉત્તર ગુજરાત
બ્રિજેશ મેરજા, MLA, મોરબી સૌરાષ્ટ્ર
કિર્તી સિંહ વાઘેલા, MLA, કાંકરેજ ઉત્તર ગુજરાત
મુકેશ પટેલ, MLA, ઓલપાડ દક્ષિણ ગુજરાત
આર.સી મકવાણા, MLA, મહુવા સૌરાષ્ટ્ર
જીતુ ચૌધરી, MLA, કપરાડા દક્ષિણ ગુજરાત
રાઘવજી પટેલ,MLA, જામનગર ગ્રામ્ય સૌરાષ્ટ્ર
જીતુ વાઘાણી, MLA, ભાવનગર પશ્ચિમ સૌરાષ્ટ્ર
મનીષા વકીલ, MLA, વડોદરા શહેર મધ્ય ગુજરાત
દેવાભાઇ માલમ, MLA, કેશોદ સૌરાષ્ટ્ર
જગદીશ પંચાલ, MLA, નિકોલ મધ્ય ગુજરાત
ગજેન્દ્ર સિંહ પરમાર,MLA, પ્રાંતીજ ઉત્તર ગુજરાત
પ્રદિપ પરમાર, MLA, અસારવા મધ્ય ગુજરાત
નિમિષા સુથાર, MLA, મોરવાહડફ મધ્ય ગુજરાત
નિમાબેન આચાર્ય, MLA ભુજ સૌરાષ્ટ્ર
કુબેર ડિંડોર, MLA, સંતરામપુર મધ્ય ગુજરાત
અર્જુનસિંહ ચૌહાણ, MLA, મહેમદાવાદ મધ્ય ગુજરાત
વિનુ મોરડિયા, MLA, કતારગામ દક્ષિણ ગુજરાત

 81 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી