September 18, 2021
September 18, 2021

ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

આ તારીખે લેવાશે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા, આટલા દિવસનું વેકેશન

ગુજરાતમાં કોરોના વાઈરસ હળવો થતા રાજ્ય સરકારે તબક્કા વાર પ્રમાણે ઓનલાઈનની સાથે ઓફલાઈન શાળાઓ પણ શરૂ કરી છે. રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2021-22નું કેલેન્ડર શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આ કેલેન્ડર પ્રમાણે ધોરણ10 અને 12 બોર્ડની પરીક્ષા 14થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે જ્યારે ધોરણ.9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે. નોંઘનીય છે કે, કોરોના મહામારીના પગલે આ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર કરવામાં આવ્યુ છે.

ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે. જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવામાં આવશે.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે કોવિડ-19ને પગલે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં વિલંબ થયો છે.

જ્યારે સરકારે જાહેર કરેલા શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ 35 દિવસનું ઉનાળું વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેમજ પ્રથમ શૈક્ષણિક સત્ર 118 દિવસનું તો બીજુ સત્ર 130 દિવસનું હશે. નવું શૈક્ષણિક સત્ર ૬ જૂન ૨૦૨૨ થી શરૂ થશે.

 68 ,  2