ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ માટે આગામી 26મીના રોજ લેવાનાર ગુજકેટ વિષયોની પરીક્ષાનો સમય જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ વખત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન હોલ ટિકિટ આપવામાં આવશે.
બોર્ડ સિવાય એસીપીસી દ્વારા વિદ્યાર્થીઓના લાભાર્થે ઓલ્ડ અને ન્યુ સિલેબસના પેપર એસીપીસીની સાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે. જેઈઈ-મેઈનમાં આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારપછી વિદ્યાર્થીઓ ગુજકેટની તૈયારીમાં વ્યસ્ત બની જશે.
૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. A ગ્રૂપના ૫૬૯૧૩ જ્યારે B ગ્રૂપના ૭૭૪૭૮ અને AB ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે.
નોંધનિય છે કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. હાલ બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે .
22 , 3