રાજસ્થાનમાં ગુર્જર આંદોલન બન્યું ઉગ્ર, દિલ્લી-મુંબઈ રેલવે ટ્રેક કર્યો જામ

 આંદોલનકારીઓએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેકની ફિશ પ્લેટે ઉખાડી દીધી, આજે પણ ધરણા ચાલું 

રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ફરી ભડક્યું છે, ભરતપુર અને આસપાસના વિસ્તારોના ગુર્જર સમાજના લોકો તેમની માગણી સાથે ફરી ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. ભરતપુરના પીલુપુરા ગામથી નીકળતા દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેકના પાટા પર આખી રાત બેસી વિરોધ જતાવ્યો હતો. ગુસ્સે ભરાયેલા ગુર્જરોએ રેલવે ટ્રેકની ફિશ પ્લેટ સાથે જ પાટા પણ ઉખાડી નાખ્યા છે. જેને લઇ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન અટકાવી દેવાયું છે.

રવિવારે રોડવેઝના પાંચ મોટા ડેપો દૌસા, હિન્ડૌન, કરૌલી, ભરતપુર અને બયાનાની લગભગ 220 બસોને અટકાવી દેવાઈ હતી. આંદોલનકારીઓએ દિલ્હી-મુંબઈ રેલવે ટ્રેકની ફિશ પ્લેટે ઉખાડી દીધી.એટલા માટે રવિવારે 40 માલગાડીઓ સહિત 60 ટ્રેનને ડાયવર્ટ કરવી પડી હતી. દિલ્હી-મુંબઈની ટ્રેનને ડાયવર્ટ કરવી પડી, 2 ટ્રેન રદ કરવી પડી. આજે પણ 4 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. 

પોતાની માંગણીઓને લઈને ગુર્જર રેલવેના પાટા પર સૂઈ ગયા અને સરકારને ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ પાટા પરથી હટશે નહીં. આ જ કારણે ભારતીય રેલવેએ દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડનારી 16 ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવો પડ્યો., અનેક ટ્રેનોને ઝાંસી-વીણા-નાગદા રૂટ પર વાળવી પડી. 

જણાવી દઇએ, ફતેજસિંહપુરા, ભરતપુર, ડૂમરિયા, કરૌલી, દોસા, સવાઇ માધોપુર સહિતના વિસ્તારોમાં આંદોલનકારીઓએ રેલવ્યપહારમાં અડચણો ઉભી કરી છે. જયપુરના ત્રણ તાલુકમાં રાષ્ટ્રીય સુરક્ષા એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.

હાલ ભરતપુરમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે અને ગુર્જર બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.  આ ઉપરાંત પોલીસની 23 કંપની અને રેલવે પોલીસ ફોર્સને અહીં તૈનાત કરવામાં આવી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર