ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે

રાજ્યમાં પરીક્ષા સવારે 10થી સાંજના 4 વાગ્યે લેવામાં આવશે

ગુજકેટની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાનો સમય 10 થી સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી/ ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે 2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટને ફરજિયાત કરવાની જોગવાઈ કરી છે.

ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે, 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. OMR આન્સર સીટ પણ 80 પ્રત્યુતરની રહેશે.

જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની આન્સર સીટ પણ અલગ રહેશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિત પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મીનિટનો સમય આપવામાં આવશે. આન્સર સીટ પ્રત્યેક વિષય માટે 40 પ્રત્યુતર રહેશે.

નોંધનીય છે કે, રાજ્યમાં આ વર્ષે કોરોનાને કારણે ધોરણ 12 સાયન્સની પરીક્ષા રદ કરવામાં આવી છે જેને પગલે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે હવે ગુજકેટની પરીક્ષા વિદ્યાર્થીઓને આપવી પડશે જેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

 17 ,  1