ગુલશન કુમાર હત્યાકાંડ: દાઉદના સાથી અબ્દુલ રઉફની આજીવન કેદની સજા યથાવત

બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો

ગુલશન કુમાર હત્યા કેસ મામલે અરજી પર બોમ્બે હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. જે અંતર્ગત હત્યાના એક દોષિ અબ્દુલ રઉફ ઉર્ફે દાઉદ મર્ચન્ટની સજાને યથાવત રાખવામાં આવી છે. અબ્દુલ રઉફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાથી છે જેને સેશન કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી.

હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે અબ્દુલ રઉફ કોઈ પણ પ્રકારની ઉદારતાનો હકદાર નથી. કારણ કે તે પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. હાઈકોર્ટે રમેશ તોરાની અંગેની મહારાષ્ટ્ર સરકારની અરજી જોકે ફગાવી દીધી છે. આ ઉપરાંત અન્ય એક આરોપી અબ્દુલ રશિદ, જેને અગાઉ સેશન્સ કોર્ટે છોડી મૂક્યો હતો તેને પણ હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો. .

અત્રે જણાવવાનું કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના ટી-સીરિઝ કંપનીના કંપનીના માલિક ગુલશનકુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈના જુહુ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમાં કેટલાક લોકોની ધરપકડ કરાઈ હતી. કેટલાક લોકો પર હજુ કેસ ચાલુ છે. જસ્ટિસ જાધવ અને ન્યાયધીશ બોરકરે આ અરજી પર ચુકાદો આપ્યો છે.

 65 ,  1