અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત

 અજાણ્યા હુમલાખોર દ્વારા કરવામાં આવ્યું અંધાધૂંધ ફાયરિંગ

અમેરિકાના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ શહેરના એક ગ્રોસરી સ્ટોરમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા આડેધડ ફાયરિંગ થયયું જેમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જેમાં એક પોલીસ અધિકારી પણ સામેલ છે. પ્રેસ કોન્ફરન્સમાં બોલ્ડર પોલીસ ફોર્સના કમાન્ડર કેરી યામાકુશીએ જણાવ્યું કે ભારે જાનમાલના નુકસાનથી લોકોને બચાવી લેવાયા છે. એક સંદિગ્ધની અટકાયત કરાઈ છે.

 69 ,  1