સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકામાં ઉજવાયો ગુરૂ પૂર્ણિમા મહોત્સવ

સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાવન પર્વ ગુરૂ પૂર્ણિમા નિમિતે પ્રાંતિજ તાલુકાના જેનપુર ખાતે ગોગામહારાજ નાગદેવતાના નિજ મંદિરે બાપાની પૂજા-અર્ચના અને ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

તો આ તરફ નેશનલ હાઇવે આઠ ઉપર આવેલ રામ મંદિર ખાતે પ્રાંતિજ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા ગુરૂ પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ તથા તાલુકા માંથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવાર ના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. તો પંડિત શ્રી રામાચંદ્ર શર્મા આચાર્યની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી. સાથે જ ધાર્મિક કાર્યક્રમો સહિત સત્સંગ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વક્તાઓ દ્વારા આજના શુભ પ્રસંગે ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.


પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ ગુરૂ પૂર્ણિમા નિમિત્તે ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્કૃતના અધ્યાપક ર્ડા.કાન્તિભાઇ પ્રજાપતિ દ્વારા કોલેજ ના વિધાર્થીઓને ગુરૂ પૂર્ણિમા મહત્વ અને તે વિષે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ પ્રસંગે કોલેજ ના પ્રિન્સિપાલ ર્ડા. કામેશ્વર પ્રસાદ, અધ્યાપક ર્ડા.કાન્તિભાઇ પ્રજાપતિ, અધ્યાપક દિનેશભાઇ પટેલ સહિત કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં .


 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી