જ્ઞાનવાપી મસ્જિદ મામલો: કોર્ટે ASI તપાસની મંજૂરી આપતા ઓવૈસી ભડક્યા

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું-ઈતિહાસ દોહરાવવામાં આવશે

વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટે કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદને લગતા કેસમાં વિવાદિત જગ્યાના પુરાતત્ત્વીય સર્વેનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે. હવે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ કોર્ટના નિર્ણયની માન્યતા પર શંકા વ્યક્ત કરી છે. ઓવૈસીએ આશંકા જતાવી છે કે ઇતિહાસ ફરી એકવાર પુનરાવર્તિત થશે.

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટ કરીને કહ્યું કે આ હુકમની માન્યતા શંકાસ્પદ છે. બાબરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદામાં કોઈ પણ ટાઈટલની ફાઈન્ડીંગ ASI દ્વારા પુરાતત્ત્વીય તારણોને આધારે કરી ન શકાય. ઓવૈસીએ ASI પર પણ આરોપ લગાવ્યો છે કે તે હિન્દુત્વના તમામ પ્રકારનાં જુઠ્ઠાણા માટે મિડવાઇફની ભૂમિકા ભજવે છે. કોઈ પણ તેનાથી નિષ્પક્ષતાની ન્યાયીપણાની અપેક્ષા રાખતું નથી.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું-ઈતિહાસ દોહરાવવામાં આવશે

અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને મસ્જિદ કમિટીએ આ આદેશ પર તરત અપીલ કરીને તેમાં સુધારો કરાવવો જોઈએ. ASI થી ફક્ત ફ્રોડની શક્યતા છે અને ઈતિહાસ દોહરાવવામાં આવશે. જેવું બાબરીના મામલે થયું હતું. કોઈ પણ વ્યક્તિને મસ્જિદની પ્રકૃતિ બદલવાનો કોઈ અધિકાર નથી. 

બાબરી મસ્જિદના પક્ષકારે કર્યું સ્વાગત

બાબરી મસ્જિદ કેસમાં પક્ષકાર રહેલા મોહમ્મદ ઈકબાલ અન્સારીએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે આ મામલે સચ્ચાઈ સામે આવશે. તેમણે કહ્યું કે આ  કેસ ખુબ જૂનો રહ્યો છે અમે ઈચ્છીએ છીએ કે આ કેસનો ઉકેલ આવે અને હિન્દુ મુસ્લિમમાં સૌહાર્દ જળવાઈ રહે. આશા છે કે વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટના આદેશ મુજબ 5 લોકોની ટીમ બનશે, તે સારી રીતે પોતાનું કામ કરશે અને જે સચ્ચાઈ હશે તે સામે આવશે. 

દાયકા જૂનો છે આ કાનૂની વિવાદ

વારાણસીમાં બાબા વિશ્વનાથના મંદિર પર હિન્દુઓની આસ્થા અને દલીલોનો સૌથી મોટો આધાર રહ્યો છે. પરંતુ ઝી ન્યૂઝે 83 વર્ષ જૂનો એ દસ્તાવેજ શોધી કાઢ્યો છે જે  આ વિવાદને નવો વળાંક આપી શકે છે. કાશી વિશ્વનાથ વિવાદમાં હજુ પણ કેસ ચાલુ છે જેની શરૂઆત 1991માં થઈ હતી. એટલે કે લગભગ 30 વર્ષ જૂનો કેસ છે પરંતુ આ કાનૂની વિવાદ અનેક દાયકા જૂનો છે. 

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર