30 દિવસમાં આ દેશમાં 10 લાખ કેસ નોંધાતા હાહાકાર

આ ખંડમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે વિનાશક ત્રીજું મોજુ ફરી વળ્યું

ઇંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હીટીએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે યુકે હજી કોરોના મહામારીના જોખમમાંથી બહાર આવ્યું નથી અને હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દર ત્રણ સપ્તાહે બમણી થઇ રહી છે તે જોતા સાવચેતીપૂર્વક નિયંત્રણોના અંતને આવકારવા જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે આપણે ફરી પાછાં ઝડપથી મુશ્કેલીમાં મુકાઇ જઇ શકીએ છીએ.જો દર્દીઓની સંખ્યા વધતી રહેવાનો ટ્રેન્ડ અટકશે નહીં તો મુશ્કેલી વધી શકે છે. યુકેમાં આપણે રસીકરણને કારણે સારી સ્થિતિમાં છીએ પણ યુકેમાં કે દુનિયામાં કોરોના મહામારી વધારે વિકરાળ બની છે તે હકીકત છે.

તેમણે લોકોને વિનંતી કરી હતી કે આવતા સપ્તાહથી ફેસમાસ્ક પહેરવાની કાનુની જરૂરિયાત નહીં રહે પણ સાવચેતી તરીકે લોકોએ બંધ જગ્યાઓમાં ફેસ માસ્ક પહેરવાનું ચાલુ રાખવું જોઇએ. લોકાને તઓે કેવા ભયંકર જોખમનો સામનો કરી રહ્યા છે તે સમજાતું જ નથી.

તેમણે મધ્યમ ગાળાની આગાહી કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસ મ્યુટેટ થઇને વેક્સિન એસ્કેપ વેરિઅન્ટમાં ફેરવાઇ શકે છે. જો આમ થશે તો યુકે મહામારી ભણી પાછું ધકેલાઇ જશે. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર આફ્રિકા ખંડમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે વિનાશક ત્રીજું મોજુ ફરી વળ્યું હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા એક મહિનામાં જ આફ્રિકા ખંડમાંથી કોરોનાના નવા દસ લાખ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 60 લાખે પહોંચી છે. છેલ્લા એક સપ્તાહમાં મરણાંકમાં પણ 43 ટકાનો વધારો નોંધાયો છે. પશ્ચિમના દેશોથી ઉલટું ડેલ્ટા વેરિઅન્ટનો ચેપ પ્રસરવા સાથે હોસ્પિટાઇલાઝેશન પણ વધી રહ્યું છે.

પશ્ચિમના દેશોમાં રસીકરણ વ્યાપક હોવાથી કેસો વધ્યા છે પણ હોસ્પિટલાઇઝેશનમાં વધારો થયો નથી. દરમ્યાન યુએસમાં ડો. વિવેક મૂતિએ જણાવ્યું હતું કે ભારત અને યુએસ બંને સ્થળે મેં મારા દસ પરિવારજનોને કારોના મહામારીનો ભોગ બનતા જોયા છે. લોકોએ આ ઘાતક ચેપથી બચવું હોય તો રસી મુકાવવી જરૂરી છે.

રસીકરણ વિશે ખોટી માહિતીના પ્રસારને નાથવાની ઝૂંબેશ શરૂ કરતાં મૂર્તિએ જણાવ્યું હતું કે બીજા લોકો સાથે આરોગ્ય વિષયક માહિતીની આપ-લે કરતા પૂર્વે તેના સોર્સને ચકાસી લેવા જોઇએ. 160 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી અપાઇ ગઇ છે પણ હજી મહામારીનું જોખમ ટળ્યું નથી.

 18 ,  1