બનાસકાંઠા: લોકોની આસ્થા સાથે છેતરપીંડી, હજ યાત્રાના નામે લૂંટ

લોકોની આસ્થા સાથે થઈ છે છેતરપીંડી. ઘટના છે વડગામ તાલુકા ના બસુ ગામ ની કે જ્યાં હજ યાત્રા માટે અંદાજે 100 થી વધારે હજયાત્રીઓ પાસે મુંબઈ સ્થિત આલ્ફા એન્ટરપ્રાઈઝ નામના ટૂર ઓપરેટરે હજ ના નામે કરોડો રૂપિયા ઉઘરાવી ભૂગર્ભ માં ઉતરી ગયા છે. જે મામલે આલ્ફા એન્ટરપ્રાઈઝ ના સંચાલકો સામે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

દરેક મુસ્લિમ પોતાના જીવન દરમ્યાન એકવાર હજ યાત્રા કરે તેવી આશા રાખતો હોય છે પરંતુ વડગામ તાલુકાના બસુ ગામના 100 થી વધારે લોકોએ હજ યાત્રા માટે પોતાના પરસેવા ની કમાણી એકત્ર કરી મુંબઈ સ્થિત આલ્ફા એન્ટરપ્રાઇઝ ના નૂરમોહમદ ઇબ્રાહિમ દાઉઆ નામના ટૂર ઓપરેટરને આપી હતી. લોકોને આશા હતી કે પવિત્ર હજયાત્રા કરવાની તેમની ખેવના પૂર્ણ થશે. પરંતુ ટૂર ઓપરેટરને કરોડોનું કૌભાંડ કરી ફરાર થઇ ગયો. એક યાત્રી પાસે થી યાત્રા પેટે 2,30,000 રૂપિયા ઉઘરાવ્યાં હતા.

નાણાં આપેલા તમામને તારીખ 25/06/2019 સુધી માં હજ યાત્રાએ લઈ જશે તેવું કહ્યું હતું પરંતુ હજ ની તારીખ નજીક આવતા મોબાઈલ ઉપર સંપર્ક કરતા આલ્ફા એન્ટરપ્રાઈઝ ના તમામ સંચાલકો ના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા. યાત્રીઓએ મુંબઈ ઓફીસે તપાસ કરતા ઠગ ટૂર ઓપરેટરો ઓફીસ ને તાળાં મારી રફુચક્કર થઈ ગયા હોવાનું માલુમ પડતા હજયાત્રીઓને પોતાની સાથે છેતરપીંડી થયા નું જણાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડગામ ના બસુ ગામના જ 105 જેટલા વ્યક્તિ છેતરપીંડી નો ભોગ બન્યા છે. છેતરપીંડી ની અંદાજીત રકમ 2 કરોડ 50 લાખ રૂપિયા જેટલી છે. છેતરપીંડી નો ભોગ બનેલા લોકોમાં મજૂરી કરતા લોકો પણ છે જેમને જીવન દરમ્યાન પાઈ પાઈ ભેગી કરી જીવનમાં એકવાર હજયાત્રા કરવાની ખેવના કરી હતી પરંતુ આજે તેમની સાથે છેતરપીંડી ની ઘટના બનતા તેઓ દુઃખી છે. તેઓ પોલીસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના નાણાં પોલીસ ની કાર્યવાહી બાદ પરત મળશે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી