દુબઈના કાર્ગો શીપમાં ભીષણ વિસ્ફોટથી 25 કિમી સુધી હલી ઇમારતો

જેબેલ અલી બંદર વિશ્વનું મહત્વનુ બંદર મનાય છે

યુનાઇટેડ અરબ એમીરેટ્સના દુબઇ શહેરમાં સ્થિત વિશ્વના સૌથી મોટા પોર્ટમાંના એક જેબેલ અલી બંદર પર માલવાહક જહાજમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક અને પ્રચંડ હતો કે આખુ દુબઈ હચમચી ઉઠ્યુ હતુ. દુબઇના મરીના ક્ષેત્રમાં રહેતા લોકોને વિસ્ફોટનો અવાજ સંભળાયો અને તેમણે જણાવ્યુ કે વિસ્ફોટના કારણે તેમના ઘરના બારી-બારણાં હલી ગયા. વિસ્ફોટ થવા પાછળનું કારણ હજી સામે નથી આવ્યુ. આ મામલે તપાસ હાલ ચાલી રહી છે. આ પોર્ટ પર સૌથી વધુ અવર-જવર અમેરીકાના શીપોની રહેતી હતી અને યુએસની બહાર તે યુએસના લડાકુ જહાજો માટેનો સૌથી વ્યસ્ત પોર્ટ છે.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, જહાજમાં લાગેલી આગ પર કાબૂ મેળવી દેવાયો છે. જહાજના કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગ લાગી હતી. આસાપના જહાજોને કેટલુ નુકસાન થયુ છે તે હજી બહાર આવ્યુ નથી પણ વિસ્ફટોના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને કાટમાળ પડેલો છે.

દુબઈ સરકારના અધિકારીઓએ કહ્યુ હતુ કે, નાના કદના માલવાહક જહાજમાં આ વિસ્ફોટ થયો હતો.જેમાં 130 કન્ટેનર મુકવાની ક્ષમતા છે. વિસ્ફોટ થયા બાદ દુબઈના રહેવાસીઓએ પોતાની ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટના વિડિયો કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વિડિયો શેર કર્યો હતો.

જેબેલ અલી બંદર દુનિયાનુ મહત્વનુ બંદર મનાય છે.અહીંયા ભારતીય ઉપમહાદ્વિપ, એશિયા અને આફ્રિકાથી આવતા કાર્ગોને હેન્ડલ કરવામાં આવે છે.દુબઈ અને આસપાસના રાજ્યો માટે આ લાઈફ લાઈન છે.

 117 ,  3