તનિષ્ક જાહેરાત પર વિવાદ : ગાંધીધામમાં મેનેજર પાસે બળજબરીથી લખાવ્યું માફીનામું..! Video

કચ્છના ગાંધીધામમાં તનિષ્કના સ્ટોર પર ધસી આવી ભીડ,  બળજબરી માફીનામું લખાવ્યું હોવાાનો દાવો

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે તપાસના આદેશ આપ્યા

પ્રખ્યાત બ્રાન્ડ જ્વેલરી બ્રાડ તનિષ્કે પોતાની એક જાહેરાતને સમગ્ર દેશમાં વિરોધ ચાલી રહ્યો છે. જો કે લોકોનો આક્રોશ જોતા કંપીનએ જાહેરાત પાછી ખેચી લીધી હતી. જો કે છતા તેનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કચ્છમાં ગાંધીધામ ખાતે આવેલ તનિષ્કના સ્ટોર પર લોકોએ ગુસ્સો ઉતાર્યો હતો. તનિષ્ક શોરૂમમાં રોષે ભરાયેલા હિન્દુ સમર્થકોનું એક ટોળું ધસી આવ્યું હતું અને મેનેજરને આ જાહેરખબર બદલ હિન્દુઓની માફી માગતી ગુજરાતી ભાષામાં એક પોસ્ટ કાચના દરવાજા પર લગાવવામાં આવી હોવાનું મીડિયામાં ચર્ચાઇ રહ્યું છે.

આ પહેલા સોશિયલ મીડિયામાં એવી પણ અફવા ઉડી હતી કે શો રૂમાં તોડફોડ કરવામાં આવી હતી. જો કે તે તમામ તથ્યો ખોટો છે. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે તપાસના આદેશ આપ્યા. પ્રદીપસિંહે કહ્યું- ફેક ન્યુઝ ફેલાવનાર સામે કેસ દાખલ થશે. ફેક ન્યુઝ ફેલાવનાર સામે કડક કાર્યવાહી થશે.

આ મામલે શામજી ભાઈ આહીરે જણાવ્યું હતું કે ‘શોરૂમમાં જઈને ફક્ત રજૂઆત કરી હતી. તોડફોડ નથી કરી અને એવી કોઈ ઘટના ઘટી નથી. આ મામલે કચ્છના પોલીસ વડાએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના ઘટી નથી અને તોડફોડનો કોઈ મામલો નથી. જોકે, અફવાઓનું બજાર ગરમ રહ્યું હતું.

એટલું જ નહીં શોરૂમ સંચાલકો પાસે માફીની માંગણી કરાવી હતી. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં જે સામાજિક કાર્યકર છે તે સામજીભાઈ આહિર હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શામજી ભાઈ આહિરના વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં કચ્છ શોરૂમમાં તોડફોડ થઈ હોવાના મેસેજ વાયરલ થયા હતા.

તહેવારની સીઝન પહેલા દેશની જાણીતી જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક  (Tanishq)એ પોતાના પ્રમોશન માટે એક નવી જાહેરાત બનાવી. આ જાહેરાતનો વીડિયો સામે આવતાની સાથે જ લોકો ધૂંધવાયા. ટ્વિટર પર તનિષ્કને ટ્રોલ કરવા લાગ્યા. તેની પાછળનું કારણ એ હતું કે જાહેરાતમાં હિન્દુ છોકરીના મુસ્લિમ છોકરા સાથે લગ્ન દેખાડવામાં આવ્યા છે. યૂઝર્સનો ગુસ્સો એટલો વધારે હતો કે ટ્વિટર પર #BoycottTanishq ટ્રેન્ડ કરવા લાગ્યું. જો કે વિવાદ વધી જતા આખરે તનિષ્કે વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી લીધો. 

શું છે તનિષ્કની જાહેરાતમાં?

તનિષ્કની નવી જાહેરાતમાં એક હિન્દુ મહિલાને દેખાડવામાં આવી છે. જેની લગ્ન મુસ્લિમ પરિવારમાં થયા છે. વીડિયોમાં આ મહિલાની ગોદભરાઈ એટલે કે બેબી શાવરના ફંકશનને દેખાડવામાં આવ્યું છે. મુસ્લિમ પરિવાર હિન્દુ કલ્ચર પ્રમાણે તમામ વિધિ કરે છે. છેલ્લે ગર્ભવતી મહિલા સાસુને પૂછે છે કે મા, આ વિધિ  તો આપણા ઘરમાં નથી થતી ને! તો તેની સાસુ જવાબ આપે છે કે પણ દીકરીને ખુશ રાખવાની વિધિ તો દરેક ઘરમાં થાય છે ને! વીડિયોમાં હિન્દુ-મુસ્લિમ પરિવારને એકજૂથ દેખાડવાની કોશિશ કરાઈ છે. તનિષ્કની આ જાહેરાતનું નામ એકત્વમ રાખેલુ હતું. લોકોની નારાજગી જોતા તનિષ્કે આ વીડિયો પોતાની યુટ્યૂબ ચેનલ પરથી હટાવી દીધો છે. 

 73 ,  1