હાલોલ : હાથ-પગ બાંધેલી હાલતમાં મળી મહિલાની લાશ, હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ

 બંધ મકાનામાં મહિલાની વિકૃત હાલતમાં મળી લાશ

વડોદરા-હાલોલ રોડ પર આવેલી અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી યુવતીની હત્યા કરાયેલી અને હાથ-પગ બાંધેલી હાલમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ઘરમાંથી ભારે દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં યુવતીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી વિગત મુજબ, હાલોલ શહેર પોલીસ મથકની હદમાં આવેલ અનુપમ સોસાયટીમાં કનેયાલાલ જયતીલાલના મકાનમાં છેલ્લા પાંચેક વર્ષથી ભાડે રહી સોસાયટીના રહીશોનું ઘરકામ કરી ગુજરાન ચલાવતી ચંચિબેન રાઠવા મૂળ હાલોલ તાલુકાના ઝાંખરીયા ગામની રહેવાસી છે. ચંચિબેનનું મકાન બહારથી બંધ હતું. દરમિયાન મંગળવારે બપોરે મકાનમાંથી દુર્ગધ મારતા સોસાયટીના લોકો ભેગાએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

દરમિયાન 31 ફર્સ્ટને લઈ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવા હાલોલ આવેલ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલને ઘટનાની જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના હત્યા ની હોવાની જણાવી જરૂરી કાર્યવાહી કરી ડિટેક કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

મૃતકના ચંચિબેનને સંતાનમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે મૃતદેહ અંગે મૃતદેહના પ્રાથમિક પીએમ રિપોર્ટ બાદ મહિલા સાથે સુ ઘટના બની છે. તે પ્રકાશમાં આવશે એકલવાયું જીવન ગુજરાતી ચંચિબેનના રહસ્યમય મોત પર પડદો પડી ગયો છે. જે પોલીસ તપાસ માજ તેની હત્યા પાછળનું કારણ શું છે તે ટોકઓફ ધી ટાઉન ચર્ચા જાગી છે.

 68 ,  1