September 24, 2020
September 24, 2020

પ્રાંતિજના 15 ગામોની જીવનદોરી સમાન બોખ ભરતા ખેડૂતોમાં ખુશી

બોખમાં પાણી ભરતા ખેડૂતોના બોર-કુવામાં પાણીના સ્તર ઉચા આવશે

સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈવે આઠ પ્રાંતિજ ખાતે આવેલ મોટી બોખ કે જે પ્રાંતિજ સહિત પંદરથી પણ વધારે ગામોની જીવનદોરી સમાન છે તે બોખમાં પાણી ભરતા ખેડૂતો સહિત નગરજનોમાં ખુશી જોવા મળી છે.

પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ મોટી બોખમાં ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈને કેનાલ મારફતે બોખમાં પાણી આવતા હાલ મોટી બોખ છલોછલ ભરાઇ જતા અને ખાલી રહેલ બોખમાં નવાનીર આવતા આજુબાજુના પંદરથી પણ વધારે ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તો હાલતો મોટી બોખમાં પાણી ભરતા પાણી ભરેલ બોખનો નજારો જોવા પ્રાંતિજ નગરજનો પણ બોખ ખાતે ઉમટી પડે છે અને ભગવાન માર્કડેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

તો બોખમાં પાણી ભરેલ સુંદર નજારો જોઇને આનંદ વ્યક્ત કરે છે ત્યારે હાલતો બોખમા પાણી ભરાતા આજુબાજુમાં અડીને આવેલ પંદર થી પણ વધારે ગામના ખેડૂતોને મોટો ફાયદો થશે ત્યારે હાલ આ ખાલી ખમ બોખમાં નવાનીર આવતા સોળે કલા ખીલી ઉઠયુ છે.

સંજય રાવલ

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર