Video: પ્રિયંકા ચોપરાને બર્થડે પર મળી કંઇક આવી સરપ્રાઈઝ, જોઇને ચોંકી ગઈ દેશી ગર્લ

બોલિવૂડથી માંડી હોલિવૂડ સુધી જે પ્રખ્યાત છે એવી અભિનેત્રી એટલે પ્રિયંકા ચોપરા. તેનો જન્મ 18 જુલાઈ 1982માં થયો હતો. ઝારખંડનાં જમશેદપુરમાં જન્મેલી પ્રિયંકા આજે દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને દેશી ગર્લ તેમજ વિદેશી વહુ તરીકે ઓળખાય છે.

પ્રિયંકા હાલ તેનો 37મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.ત્યારે એક સેટ પર પ્રિયંકા જ્યારે કોઈ સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક કેટલાંક લોકો તેના માટે બર્થડે કેક લઈને આવ્યા અને બર્થડે સોંગ ગાવા લાગ્યા, પ્રિયંકા આવી બર્થડે સરપ્રાઇઝ જોઈને ચોંકી ગઈ હતી. તેનો આ વીડિયો તેના ફેન ક્લબે શેર કર્યો છે.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી