ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષ 2022ના વધામણાં, આતશબાજી સાથે લોકોએ કરી ઉજવણી

ભારતમાં રાતના 12ના ટકોરે શરુ થશે નવા વર્ષની ઘરમાં ઉજવણી

વિશ્વભરમાં નવા વર્ષ 2022એ દસ્તક દેવાનું શરુ કરી દીધું છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષ 2022ની શરૂઆત થઈ ગઈ છે. કોરોના વાયરસના ખતરા વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં નવા વર્ષને આવકારી રહ્યાં છે, જ્યારે ઓકલેન્ડમાં જ્યારે સ્થાનિક સમય જતાં મધ્યરાત્રિએ ઘડિયાળ બની ત્યારે નવા વર્ષની ઉજવણીમાં લોકો ડૂબી ગયા હતા. આ દરમિયાન લોકોએ જોરદાર આતશબાજી કરી હતી.

દુનિયામાં ન્યૂઝીલેન્ડમાં શા માટે પહેલી વાર શરુ થાય છે નવું વર્ષ
દુનિયામાં ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી પહેલા રાતના 12 વાગ્યે છે અને તેથી મોટા શહેર ઓકલેન્ડના લોકો સૌથી પહેલા નવા વર્ષની ઉજવણી કરતા હોય છે.

ભારતમાં રાતના 12 વાગ્યે શરુ થશે નવા વર્ષની ઉજવણી
ઓમિક્રોન અને કોરોનાના ઓછાયાની વચ્ચે ભારતમાં રાતના 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરુ થશે. જોકે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતામાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકાયો છે.

 86 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી