વડાપ્રધાને નવા વર્ષ અને ભાઈ બીજની આપી શુભેચ્છાઓ, CM રૂપાણીએ પણ પાઠવી શુભકામનાઓ

આજથી ગુજરાતીઓનું નૂતન વર્ષ વિક્રમ સંવત 2077ની શુભ શરૂઆત થઈ છે. નવા વર્ષને લોકો ઉત્સાહભેર વધાવી રહ્યાં છે. મંદિરોમાં પણ લોકો ભગવાનના દર્શન અને આશીર્વાદ માટે ઉમટી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી નવા વર્ષ અને ભાઈ બીજના પાવન પ્રસંગે ગુજરાતીમાં ટ્વીટ કરીને ગુજરાતના ભાઈ-બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે, નૂતન વર્ષાભિનંદન…..સૌ ગુજરાતી બહેનો-ભાઈઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત હો એવી મારી અંતરની મનોકામનાઓ…આવો, સૌ સાથે મળી સંકલ્પ કરીએ, નૂતનવર્ષ હો નવપ્રયાણનું, નવપ્રયાસનું, નવભારતના નવનિર્માણનું….સાલમુબારક….

પીએમ નરેન્દ્ર મોદીએ આ ઉપરાંત ભાઈ બીજના પાવન પ્રસંગને લઈને પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, ભાઈ બીજના પાવન અવસર પર આપ સૌને. ખૂબ-ખૂબ શુભકામનાઓ..

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે ‘આજથી પ્રારંભ થતા નૂતનવર્ષની અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ. નવું વર્ષ આપ સૌ માટે મંગલમય અને પ્રગતિકારક નીવડે, આપનું આરોગ્ય તંદુરસ્ત રહે એવી હાર્દિક શુભકામનાઓ…  સાલમુબારક
નૂતન વર્ષાભિનંદન !’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે લખ્યું કે, ‘સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ; આવનારૂ નવું વર્ષ આપ સૌના જીવનમાં હર્ષ, ઉમંગ અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા…! નૂતન વર્ષાભિનંદન !

સમગ્ર ગુજરાત આજે વિક્રમ સંવતના નવ વર્ષનું ઉમળકાભેર સ્વાગત કરી રહ્યું છે. અગત્યની વાત એ છે કે આજે જ ભાઈ બીજની પણ ઉજવણી કરવામાં આવી રહી છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર