ચૂંટણી નહીં લડી શકે હાર્દિક, હાઇકોર્ટે ફગાવી અરજી

લોકસભા ચૂંટણી લડવા માંગતા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે હાર્દિક પટેલની અરજી ફગાવી દીધી છે. આ અરજી ફગાવતા હવે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જોકે, હાર્દિક સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.

કોર્ટે નોંધ્યું કે, રાજદ્રોહહના બે ગુનાઓમાં કાયદો અને વ્યવસ્થાની બાંહેધરી પર હાર્દિકને જામની પર મુક્ત કરાયો હતો. હાર્દિકે આ શરતોનું પાલન નથી કર્યું અને 17 જેટલા બીજા ગુનાઓની એફઆઇઆર નોંધાઇ છે. કોર્ટે એ પણ નોંધ્યું છે કે, પુરાવાનો અભાવ હોવા છતાં ટ્રાયલ કોર્ટે સજા કરી એવી હાર્દિકની દલિલ હાલના તબક્કે માની શકાય એવી નથી.

ઉલ્લેખનીય છે કે વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરવાનાં કેસમાં વિસનગરની કોર્ટે હાર્દિકને કરેલી સજા સામે તેને હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને આ સાથે જ પોતાને દોષિત જાહેર કરવાનાં નિર્ણય પર સ્ટેની માંગ પણ કરી છે.

મહત્વનું છે કે, હાર્દિક પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયો છે. જે બાદ કોંગ્રેસે તેને લોકસભા ટિકિટ આપવાની પણ તૈયારી કરી લીધી છે. પરંતુ હાઈકોર્ટમાં ચાલી રહેલાં કેસને લઈને હાર્દિકનું કોકડું ગુંચવાયું છે.

 34 ,  3