સત્તા લાલચુ હાર્દિક પટેલ વિરુદ્ધ લાલજી પટેલના આકરા પ્રહારો, જાણો શું કહ્યું

પાટીદાર અનામત આંદોલન શરૂ કરનાર પાસના કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસનો ખેંસ ધારણ કરીને રાજકારણમાં એન્ટ્રી કરી. હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાય ગયા અને કહ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણી તે પાર્ટી દ્વારા આપવામાં આવેલી સીટ પરથી લડશે. રાજકારણમાં હાર્દિકનો પ્રવેશ થવાની સાથે જ એસપીજીના પ્રમુખ અને એક સમયના તેમના મિત્ર લાલજી પટેલે હાર્દિક વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે હાર્દિકમાં હવે જો દમ હોય તો 5,000 પાટીદારોને એકઠા કરીને બતાવે.

પ્રેશ કોન્ફરન્શ યોજીને લાલજી પટેલે હાર્દિક પટેલે વિરુદ્ધ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, હાર્દિક સમાજને ખોટા રસ્તે લઈ જઈ રહ્યો છે હવે ખરેખર જો તેનામાં તાકાત હોય તો 5,000 પાટીદાર લોકોને ભેગા કરીને બતાવે. આ અંગે તેમને વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિક જે જગ્યાએથી ચૂંટણી લડશે ત્યાં પાટીદાર લોકો તેનો વિરોધ કરશે અને તેને ચૂંટણીમાં હરાવશે.

જો કે, થોડાક સમય પહેલા જ અલ્પેશ કથરિયાને પાસના નેતા તરીકેની જવાબદારી હાર્દિક પટેલે સોંપી હતી ત્યારે જ તેને રાજકારણમાં પ્રવેશ કરવાનો આડકતરી રીતે સંકેત આપી દીધો હતો. તેમજ હાર્દિક કોંગ્રેસના કહેવાથી પાટીદાર આંદોલન કરી રહ્યો છે તેવા આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવતા હતા. ત્યારે આજે આ બધાની વચ્ચે એક સમયના ખાસ મિત્ર એવા લાલજી પટેલે હાર્દિક પટેલ વિરુદ્ધ આકરા પ્રહારો કરતા રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે.

 66 ,  3