નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશ મુદ્દે હાર્દિક પટેલની પ્રતિક્રિયા

કોંગ્રેસમાં તેમના માટે ખુલ્લા છે દરવાજા : હાર્દિક પટેલ

ખોડલધામના અગ્રણી નરેશ પટેલે રાજનીતિમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, સમય આવશે અને સમાજ કહેશે તે મુજબ રાજનીતિમાં પ્રવેશ મુદ્દે નિર્ણય લઈશ. સમાજ કહેશે તો રાજકારણમાં આવ્યા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહીં. નરેશ પટેલના રાજનીતિમાં આવવાના સંકેત અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે.

તેમણે જણાવ્યું છે કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સારી વાત છે. તેઓ રાજકારણ આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસમાં તેમના માટે દરવાજા ખુલ્લા છે. સારા વ્યક્તિઓનું રાજ કારણમાં હંમશાંથી સ્વાગત છે. હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને પણ રાજનીતિમાં આવવા માટે આહ્વાન કર્યું છે.

નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવવા માટે કોઈ પણ સ્વતંત્ર હોય છે. નરેશભાઈએ છેલ્લાં ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં સમાજના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. અને તે માત્ર સમાજ સેવક કરતાં પણ લોકોનું ભલું ઈચ્છનાર માણસ છે. હું માનું છું કે એ વ્યક્તિ રાજકારણમાં આવીને વધુમાં વધુ લોકોની સેવા કરવાની ઈચ્છા રાખતા હોય તો સ્વાભાવિક રીતે દરવાજા ખુલ્લા છે. વાત રહી કોંગ્રેસ પાર્ટીની બે દિવસ પહેલા અને ગઈકાલે પહેલા પણ નવા નિર્મિત જગદીશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશભાઈને કોંગ્રેસ પાર્ટીમાં આવીને લોકોની સેવા માટેનું બીજું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં લાલ જાજમ સાથે તેમનું સ્વાગત કરીશું. 

 51 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી