‘નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર…’

રાજકોટમાં હાર્દિકના ભાજપા પર પ્રહાર

રાજકોટમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પ્રેસ-કોન્ફરન્સ યોજી ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કટાક્ષ કરતા કહ્યું હતું કે, દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે. વધુમાં કહ્યું, કોરોનામાં CM તરીકે રૂપાણી અને તેમનું આખું મંત્રીમંડળ ફેલ થતાંબદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે અમારા તો પ્રમુખ અને વિપક્ષનેતાએ જ રાજીનામાં આપ્યાં છે. જોકે હાઇકમાન્ડે હજુ સુધી બંનેનાં રાજીનામાં સ્વીકાર્યાં નથી.

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે નવી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, નવી સરકારમાં ન તો ભણતર છે ન તો ગણતર છે. ઉત્તરાખંડ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં. કદાચ એક મહિના પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ન પણ હોય. કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં ગુજરાત રાજ્યને નવા પ્રભારી આપશે. આ પ્રભારી ગામડે ગામડે પહોંચી 2022ના લક્ષ્યાંક સાથે મેદાને ઉતરશે. કોરોના મહામારીના કારણે અમારી પાર્ટીએ કોઇ બદલાવ કર્યો નથી.

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા. સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓ બદલવાની જરૂર પડી છે. દિલ્હીથી બેઠા બેઠા ગુજરાત ચલાવવાની સરકાર હવે આગળ નહીં ચાલે. કોંગ્રેસ મુદ્દા આધારિત ચૂંટણી લડે છે અને ભાજપ જાતિ આધારિત ચૂંટણી લડે છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી