કૌરવોનું લશ્કર મોટુ, પાંડવો ઓછા – હાર્દિકનો ભાજપા પર પ્રહાર

ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેસેલી પાર્ટીને હાર્દિકનો હુંકાર..

પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી બીકે ગઢવી સંકુલ સુધી બાઇક અને કાર રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આ રેલીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે મંચ પરથી હાર્દિક પટેલે હુંકાર કરતા કહ્યુ હતું કે, ગુજરાતમાં 30 વર્ષથી સત્તામાં બેઠેલી પાર્ટીને હરાવવી મુશ્કેલ છે તેવું કોઈ કહેતું હોય તો હું કહેવા માગું છે કે આ જ બનાસકાંઠાની જનતાએ 6 સીટો કોંગ્રેસને આપી હતી.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે  કહ્યુ હતું કે, હવે જો ગુજરાતની જનતા સાથે અન્યાય થશે તો તમારી ખુરશીના ત્રણ પાયા છોડીને તમને 30 સીટો ઉપર લાવી દઈશું. 2014 પહેલા ગુજરાત અને દેશમાં પેટ્રોલ 70 રૂપિયે મળતું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી મોંઘવારીને લઈને વિરોધ કરતા હતા, પણ આજે કેમ બોલતા નથી. ભાજપની તાનશાહી અને ગુંડાગર્દી સામે લોકો લાચાર છે.

તેમણે વધુમાં કહ્યું, આજે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓના વીજળી બિલ માફ કરે છે, પણ ગુજરાતના ખેડૂતને પૂરતી વીજળી પણ મળતી નથી. હવે અન્યાય અને અત્યાચારીઓને સમજાવવાની જરૂર છે. આપણી સામે ખૂબ મોટું કૌરવોનું લશ્કર છે અને આપણી સાથે ઓછા પાંડવો છે.

 16 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી