હર્ષ સંઘવી ગુજરાતના નવા ગૃહમંત્રી? ભાજપના ગ્રુપમાં મેસેજ વહેતા થયા

ફટાકડા ફોડવાનો કાર્યક્રમ..! તૈયાર થઇ જાવ…

આજે ગાંધીનગરમાં ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી. પરંતુ હવે નવા મંત્રીમંડળ માટે સત્તાના પત્તા ખોલી નાંખવામાં આવ્યા છે. આજે 10 વાગ્યા પછી એક પછી એક ધારાસભ્યોને ફોન આવવા લાગ્યા છે. જે મંત્રીઓને ફોન આવ્યા છે, તેઓ આજે બપોરે શપથ લેશે. આજે ગાંધીનગરમાં ગુજરાતની નવી સરકારમાં મંત્રીઓ શપથ લેશે. શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલાં જ મંત્રીઓ બનનાર ધારાસભ્યોને ફોન કરીને ખુશખબરી આપવામાં આવી રહી છે.

મંત્રી મંડળમાં સુરતના ક્યા ધારાસભ્યની લોટરી લાગશે ? તે અંગે અટકળો વચ્ચે ભાજપના કાર્યકરોએ જ આજે સોશિયલ મીડિયામાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને વિદાય આપી દીધી હતી. મંત્રીપદ કોને મળશે તે સસ્પેન્સ છે પણ કેટલાંક નામો રેસમાં છે અને તે અંગે લોકો પણ હાલમાં કમેન્ટ કરીને રાજકીય ગરમાટાની મજા લઇ રહ્યાં છે.

સુરતના ૧૨ ધારાસભ્યો પૈકી જો કે, ૭ ધારાસભ્યો મંત્રીપદની રેસમાં છે. જેમાં સૌથી આગળ સી.આર.પાટીલ જુથના લિંબાયતના સંગીતા પાટીલ છે. ત્યાર બાદ પાટીદાર તરીકે વિનોદ મોરડીયા અને વિવેક પટેલ જ્યારે સૌરાષ્ટ્રીયન તરીકે વી.ડી.ઝાલાવડીયાનું નામ ચર્ચામાં છે. જ્યારે યુવા તરીકે હર્ષ સંઘવીને મંત્રીપદ મળવાનું નક્કી મનાય છે. તેમને તો ગૃહરાજ્યમંત્રી બનાવાયા છે તે માટે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ ન્યુ સિટીલાઇટમાં યોજાયો છે તેવા મેસેજ વોર્ડ-૨૦ના વ્હોટ્સએપ ગુ્રપમાં ફરતા થઇ ગયા હતા.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી