તરછોડાયેલા બાળક મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન – કોર્પોરેટર દીપ્તિબેન બાળકની રાખશે સારસંભાળ

બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવા નાગરિકોને અપીલ

ગાંધીનગરમાં મળી આવેલા બાળકને તરછોડનારની તપાસ ચાલી રહી છે. બાળ આયોગથી માંડી રાજ્યના ગૃહમંત્રી સહિતના લોકોએ આ બાળક અંગે ચિંતા વ્યક્ત કરી છે. પરંતુ હજું સુધી બાળક ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. 

પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી બાળક મળવાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ એક્શનમાં આવ્યા છે. તેઓ આજના તમામ કાર્યક્રમો સ્થિગિત કરી દીધા છે અને આજે તેઓ સિવિલની મુલાકાત લીધી છે જ્યાં બાળકને સારવાર અર્થે રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચેલા ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ બાળક મળી આવ્યો છે જેના માતા-પિતાને શોધવા માટે પોલીસની 8 ટીમો તૈયાર કરવામાં આવી છે, સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસમાં જોડાવવા સૂચના આપી છે. 

નાગરિકોને અપીલ કરતા ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો સારા હેતુ માટે ઉપયોગ થાય અને બાળકની તસવીરને મેક્સિમમ શેર કરવામાં આવે.આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે,હાલ દિપ્તી બહેન બાળકની સાર સંભાળ રાખી રહ્યા છે.

 23 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી