મંત્રી અનિલ વિજે મહેબૂબા મુફ્તી પર સાધ્યું નિશાન, કહ્યું – DNA ‘ખરાબ’

દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવધાન…’

ઈતિહાસમાં પહેલીવાર ભારતને હરાવ્યા બાદ પાકિસ્તાન ગદગદ થઈ ગયું છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાન ટીમની વિજયની ઉજવણી કરતી વખતે કેટલાક લોકો પકડાયા છે. ચક મંગા વિસ્તારમાં પાકિસ્તાનની જીત બાદ કેટલાક લોકો ઉજવણી કરી રહ્યા હતા. આ માહિતી બાદ પોલીસે 6 લોકોની અટકાયત કરી છે, હાલતેમની પૂછપરછ ચાલુ છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ CM મહેબૂબા મુફ્તીએ પાકિસ્તાનની જીત પર ટિપ્પણી કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં વિજયની ઉજવણી કરી રહેલા લોકોને સમર્થન આપ્યું હતું

મહેબૂબાના સમર્થન પર ભડકેલા હરિયાણાના મંત્રી અનિલ વિજે નિશાન સાધતા કહ્યુ કે, મહેબૂબા મુફ્તીનું ડીએનએ ખરાબ છે અને તેણે તે સાબિત કરવું જોઈએ કે શું તે ખરેખર ભારતીય છે. વિજે સોમવારે મહેબૂબા મુફ્તીના ટ્વીટ પર કહ્યુ- જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ ક્રિકેટ મેચ જીતે છે તો દેશમાં ફટાકડા ફોડનારનું ડીએનએ ભારતીય ન હોઈ શકે. વિજે ચેતવણી આપી કે આપણા દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓથી સાવધાન રહેવાની જરૂર છે. 

જણાવી દઇએ, મહેબૂબા મુફ્તીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા માટે કાશ્મીરીઓ સામે આટલો ગુસ્સો કેમ છે? કેટલાક લોકો આ સમયે એવા પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા કે, “દેશના ગદ્દારોને ગોળી મારી દો …” 

તેમણે વધુમાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરને અલગ કરવા પર અને વિશેષ દરજ્જો છીનવીને મીઠાઈઓ વહેંચીને કેટલી ઉજવણી કરવામાં આવી હતી તે કોઈ ભૂલી શકે તેમ નથી. આવો તેને વિરાટ કોહલીની જેમ યોગ્ય ભાવનાઓથી લઈએ, જેમણે પાકિસ્તાની ક્રિકેટ ટીમને પ્રથમ અભિનંદન આપ્યા હતા.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી