કરોડો રૂપિયા લઇને રફુચક્કર થઇ દુબઇની રાણી, આ દેશથી કહ્યું- ‘શરણ આપો’

દુબઈના અરબપતિ શાસકની છઠ્ઠી પત્ની હયા બિંત અલ હુસૈને કથિત રીતે 271 કરોડ રૂપિયા સાથે UAE છોડી દીધુ છે. હુસૈન પોતાના બંને બાળકો સાથે UAE છોડી ચૂકી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો સાથે એવી પણ માહિતી સામે આવે છે કે, જર્મનના રાજનૈતિક લોકોએ હુસૈને દુબઈથી બહાર નીકળવામાં મદદ કરી છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે હયા આ સમયે લંડનમાં છે.

આવી રહેલા સમાચારની માનીએ તો હયા પોતાના પતિ શેખ મુહમ્મદથી છુટાછેડા ઇચ્છી રહી છે. સુત્રોનું કહેવુ છે કે, તેની પત્નિ હયા દુબઈથી પહેલા જર્મની ગઇ હતી જ્યા તેની સાથે તેની દિકરી જલીલા અને દિકરો જાયેદ છે. હયાની પાસે હાલનાં સમયમાં એક નવુ જીવન શરૂઆત કરવા માટે પૂરતી સંપત્તિ છે. ઘર છોડ્યા પહેલા હયા પોતાની સાથે પૂરતી માત્રામાં ધન લઇને નીકળી છે. સુત્રો કહે છે કે, હયાએ અહી જર્મન સરકાર પાસે રાજનીતિક શરણ પણ માંગી હતી.

અરબ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્મન સરકારને UAEના પત્નીને પાછા મોકલવાનો ઈનકાર કરી દીધો છે. તો આ વચ્ચે એક બીજી ઘટનાની પણ ચર્ચા પણ શરૂ થઈ ચૂકી છે.

UAEના આ જ PMની દીકરી લતીફાએ પણ પોતાના પિતાથી ભાગવાની કોશિશ કરી હતી. જો કે તેને ભારતીય સમુદ્ર સીમાની નજીક એક હોડીમાંથી પકડવામાં આવી હતી. જે બાદ તે નજર આવી નથી. અંદાજો એવો લગાવવામાં આવે છે કે, તે ફરી UAE જતી રહ્યા છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી