નવા વર્ષથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સેવા ફરી શરૂ

બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા પણ મળશે….

દીવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે જેના પગલે આ રજાઓ દરમ્યાન હરવા-ફરવા જતા લોકો માટે ખુશખબર સામે આવ્યા છે. હવે તમારે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નહી પડે. ગુજરાતમાં જ બધી વ્યવસ્થા મળી જશે! ગુજરાતમાં ક્રૂઝની મુસાફરીની માણી શકાશે મજા. હજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. જેમાં બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી. પણ એપ્રિલથી કોરોના વધતા બંધ કરાઈ હતી.

સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.

ક્રૂઝ હજીરાથી 18:30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8:30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12:00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2:00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6:00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

 17 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી