ફ્યુચર ગ્રુપનું ભાવિ હજુ ઉજ્જવળ ઉજ્જવળ નથી…

કાનૂની દાવપેચ માં બીયાની પાછળ – એમોઝોન આગળ, રીલાયન્સ મુકપ્રેક્ષક

બિગ બજારની માલિકી કંપની ફ્યુચર ગ્રુપ ફરી એકવાર કાનુની દાવ પેચમાં અટવાઇ ગઇ છે. ફ્યુચર ગ્રુપના માલિક કિશોર બીયાનીએ પોતાની કંપની રીલાયન્સના મુકેશ અંબાણીને વેચી દીધી છે. પરંતુ આ સૌદાની સામે ઇ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા વાંધો લેવામાં આવ્યો છે. કેમ, કે એમેઝોન કંપનીએ ફ્યુચર ગ્રુપ પાસેથી કેટલાક હિસ્સો ખરીદ્યો છે અને પોતાને વિશ્વાસમાં લીધા વગર બિયાનીએ બારોબાર સોદો કર્યો હોવાનું જણાવી કાયદાકીય પગલા ભર્યા છે.

ફ્યુચર રિટેલ દ્વારા સિંગાપોરના આર્બિટ્રેશન પેનલના ચુકાદા પર સ્ટે મૂકવાની અરજીને દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. આ આર્બિટ્રેશન પેનલે રિલાયન્સને રૂ. 24,713 કરોડમાં રિટેલ બિઝનેસ વેચતા ફ્યૂચર ગ્રૂપને અટકાવ્યુ હતુ. હવે હાઇકોર્ટ આ અરજી મુદ્દે ચાર 4 જાન્યુઆરીએ સુનાવણી કરશે.

તાજેતરમાં જ સિંગાપોર આર્બિટ્રેશન પેનલે આર્બિટ્રેશન કાર્યવાહીમાંથી બાકાત રાખવાની ફ્યુચર રિટેલની વિનંતીને પણ ફગાવી દીધી હતી અને ટાંક્યુ કે, તે એમેઝોન અને ફ્યુચર ગ્રૂપ વચ્ચેના વિવાદમાં પક્ષકાર છે. ત્યારબાદ, ફ્યુચર ગ્રૂપે વચગાળાના આદેશ પર સ્ટે મેળવવા તેમજ રિલાયન્સ રિટેલને તેની રિટેલ સંપત્તિના વેચાણ શેરધારકો અને લેણદારોની મીટિંગ્સ યોજવાની પરવાનગી મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

જોકે, હાઇકોર્ટે કહ્યું હતું કે આ મામલે કોઈ પણ “અંતિમ ચુકાદો” ન આપવા બાબતે સુપ્રીમ કોર્ટના 9 સપ્ટેમ્બરના રોજના નિર્દેશને જોતાં તે ચુકાદો આપવામાં અસમર્થ છે. છેલ્લા એક વર્ષથી રિલાયન્સ ગ્રૂપને રિટેલ બિઝનેસ રૂ. 24,723 કરોડમાં વેચવાનો ફ્યૂચર ગ્રૂપે કરેલો  સોદો એમેઝોન સાથેની કાયદાકીય લડાઇને કારણે અટકી પડ્યો છે. આ પ્રસ્તાવિક સોદા વિરુદ્ધ વિદેશી અમેઝોન કંપનીએ વાંધો ઉઠાવી કાયદાકીય ફરિયાદો કરી છે. 

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી