કર્ણાટકમાં રાજકિય નાટકનો અંત આવશે, સરકાર રહેશે કે જશે એક રહસ્ય

કર્ણાટકમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કુમારસ્વામી સરકારના ભવિષ્યનો પણ ફેંસલો થશે. વિધાનસભામાં આજે સરકાર ફ્લોર ટેસ્ટ આપશે એટલે કે વિશ્વાસ મત મેળવવાની કવાયત કરશે. આજે કર્ણાટકમાં વર્તમાન સરકાર રહેશે કે નહીં તેનો ફેંસલો થશે. આજે થનારા વિશ્વાસ મતથી કર્ણાટકનું રાજકીય ચિત્ર પૂરી રીતે સ્પષ્ટ થઈ જશે.

કર્ણાટકમાં જ્યારથી કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ની ગઠબંધન સરકાર બની છે ત્યારથી જ આ સરકાર પર ખતરો તોળાતો રહ્યો છે. જોકે કોંગ્રેસ-જેડીએસના ધારાસભ્યોના રાજીનામા બાદથી કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીની ખુરશી પર ખતરો વધી ગયો છે. આ સ્થિતિમાં હવે વિશ્વાસ મતની નોબત આવી પડી છે. રાજકીય પંડિતોના મતે કર્ણાટક સરકાર પડી શકે છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી