Breaking News: ‘વાયુ’ વાવાઝોડું ફરી ગુજરાત તરફ ઊંધુ ફરીને કચ્છમાં ત્રાટકવાની સંભાવના

સાઈક્લોન વાયુનો ખતરો ગુજરાત માથેથી ટળી ગયો હોવાનું બધાને લાગી રહ્યું છે ત્યારે જ એક માઠા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઈક્લોને તેની ધરી બદલી છે અને હવે તે ઊંધુ ફરી રહ્યું છે.

દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે. આગામી 17 અને 18 તારીખે કચ્છના દરિયાકિનારે વાયુ ટકરાય તેવી શક્યતાઓ દિલ્હીના પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે.

અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યુ હતું કે, વાયુ વાવાઝોડું 16 જૂન અને 18 જૂન વચ્ચે કચ્છના દરિયાકાંઠા પર ટકરાઇ શકે છે. વાયુ સાઈક્લોનનો ખતરો હજી ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે. પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચક્રવાતી તોફાન વાયુ પર થયેલી બેઠકમાં કહ્યું હતું કે, હવામાન વિભાગની જાણકારી અનુસાર, ગુજરાત પર ખતરો બનીને મંડરાઈ રહેલું ચક્રવાત હવે ઓમાન તરફ ફંટાઈ ગયું છે. પરંતુ, તો પણ અગામી 24 કલાક ગુજરાત માટે મહત્વના રહેશે. આ દરમ્યાન સ્થાનીક તંત્ર અને એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ મોડ પર રહેશે.

 10 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર