નરોડા વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ, લગ્નની લાલચ આપી સતત 3 વર્ષ સુધી ગુજાર્યો બળાત્કાર

પોતે પરણિત હોવાની વાત છુપાવી મહિલાને બનાવી હવસનો શિકાર

નરોડામાં રહેતી 33 વર્ષીય મહિલાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને છેલ્લા 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકની શોધખોળ હાથધરી છે.

નરોડા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા તેમના જ વિસ્તારમાં રહેતા એક યુવકના સંપર્કમાં આવી હતી. જો કે બંન્ને રોજ મળતા મોબાઈલ નંબરની આપલે કરી ફોન પર વાતો કરવા લાગ્યા હતા. ત્યારબાદ પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ મહિલા જોડે લગ્ન કરવાનું જણાવીને યુવક અવાર નવાર શારીરીક સંબંધ બાધતો હતો. અવાર નવાર મહિલા લગ્ન માટે યુવકને પુછતી તો યુવક બહાનું બનાવી વાત ટાળી દેતો હતો. જો કે તેમના સંબંધને ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતા પણ યુવકે મહિલા સાથે લગ્ન કર્યા ન હતા. જેથી મહિલાએ યુવકને લગ્ન કરવા માટે કહ્યું ત્યારે યુવકે મહિલા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મહિલાને જાણવા મળ્યું હતું કે, યુવક પહેલેથી પરણિત હતો. તે માત્ર મહિલા સાથે શારીરીક સંબધ બાધવા માટે જ લગ્નની લાલચ આપી હતી. જેથી મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ યુવકના વિરુદ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકની શોધખોળ હાથધરી છે.

 યુવક પરણિત હોવાની મહિલાને જાણ ન હતી

યુવક પહેલેથી પરણિત હોવાની વાત મહિલા જણાવવી ન હતી. જો કે મહિલાને લગ્નની લાલચ આપીને અવાર નવાર મહિલાને અલગ અલગ હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યા હતો. જો કે મહિલાને યુવક પરણિત હોવાની જાણ થતા તેના લગ્નના અરમાન તુટી ગયા હતા અને યુવક ખાલી તેની સાથે શારીરીક સંબંધ બાધવા જ તેનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળતા તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર