પત્નીનું માથું ધડથી અલગ કરી હાથમાં લઇને દોડ્યો, હેવાન પતિની ધરપકડ

વાપીના ડુંગરી ફળિયાની સનસનીખેજ ઘટના

વાપીમાં આડા સંબંધના વહેમમાં હેવાન પતિએ પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી નાંખતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ડુંગરી ફળિયાની સનસનીખેજ હત્યાની ઘટનાથી લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો બીજી તરફ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના ડુંગરી ફળ્યામાં એક દંપતી રહે છે. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોવાથી આવેશમાં આવીને તેણે પોતાની પત્ની હત્યા કરી નાંખી હતી. પતિએ આવેશમાં આવી જઈને પત્નીનું માથું ધડથી અલગ કરી નાંખ્યું હતું. પતિ આટલેથી અટક્યો નહોતો, પરંતુ પત્ની ની હત્યા બાદ મસ્તક લઇ ઘરના આસપાસ ના વિસ્તારમાં ફર્યો હતો. દોડધામ થતાં પત્નીના મસ્તકને ગટરમાં ફેંકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.ઢોલ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યા હતા.

કતિલ પતિ હાથમાં માથું લઇને ફર્યો

મૃતકની ઓળખ સાધનાદેવી તરીકે અને તે તેના પતિ લક્ષ્મીકાંત ઉર્ફે ભોલા મુચકુંદલાલ વિશ્વકર્મા સાથે ડુંગરી ફળિયા હિન્દી સ્કૂલ પાસે આહિરવાડ ચંદ્રકેશ ખુશાલ યાદવની ચાલીમાં મુળ યુપી હોવાનું હોવાનું બહાર આવ્યું હતું. પતિ લક્ષ્મીકાંતને પોતાની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હોય પત્નીનું તિક્ષ્ણ છરાથી ગળું કાપી મસ્તકને મચ્છીમાર્કેટના નાળા પાસે ફેકી દઇ પુરાવાનો નાશ કરી ફરાર થઇ ગયો હતો. આરોપી વાપીની એક ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો. ડુંગરા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી ભાગી ગયેલા હત્યારા આરોપીને ઝડપી પાડ્યો હતો. અને ગુનો નોંધી આગળની તપાસ પોલીસ કરી રહી છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી