અમદાવાદ : રિવોલ્વર બતાવી ધાક ધમકી આપી ખેડૂતની કરોડોની જમીન પચાવી, નરોડાના બિલ્ડર સહિત 9 સામે ફરિયાદ

રામોલ પોલીસે વિરમ દેસાઈની કરી ધરપકડ, હજુ આઠ ફરાર

અમદાવાદમાં ભૂમાફિયાઓની દાદાગીરી સામે આવી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓછા રૂપિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની બિલ્ડર સહિત 9 સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે.

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડદ ગામના ખેડૂતે બિલ્ડર સહિત 9 સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી  હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 27 વિધા ખેતરના બજાર ભાવ 27 કરોડ થાય છે. તેમ છતા બિલ્ડર અને તેના મળતીયાઓએ ધાકધમકી આપીને 11 કરોડ 11 લાખનો દસ્તાવેજ કરાવી લીધો છે.

ભૂમાફિયાઓ ખેડૂત મંગાજી વાલજી પાસેથી કબૂલાત નામા પર સહી કરાવવા ખેડૂતને કારમાં ત્રણ કરોડ રૂપિયા દેખાડીને સહી કરાવી પૈસા આપ્યા વગર જ ફરાર થઇ ગયા હતા. એટલું જ નહીં કારનો પીછો પોલીસ કરે છે તેમ કહીને આ તમામ માથાભારે આરોપીઓ ભાગી ગયા હતા.

સમાધાન માટે બોલાવીને પૈસા પડાવી લેવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનુ ફરિયાદમાં જણાવાયુ છે. અમદાવાદના બાપુનગરના કેટલાક અસામાજીક તત્વોએ જાનથી મારી નાખવાની, છેતરપિંડી આચરીને રૂપિયા પડાવી લીધા હોવાનું ફરીયાદીએ ફરીયાદમાં નોંધાવ્યુ છે.

ઘટનાની વાત કરીએ અમદાવાદ જિલ્લના દસ્ક્રોઈના વડોદ ગામે મંગાજી ઠાકોરની વડીલ ઉપાર્જિત જમીન હતી. આ જમીન ભૂતકાળમાં તેના પિતાએ એક વિરામ દેસાઈ નામના શખ્સને વેચી હતી. પૈસા પુરાના આપતા મંગાજી અને વિરમ દેસાઈ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં સમાધાન કરવા માટે મધ્યસ્થી તરીકે પ્રફુલ વ્યાસ, ભરતસિંહ ચૌહાણ,અને વિનોદ નામનો શખ્સ આવ્યા હતા.

મામલતદાર કચેરીમાં વિનોદ રાવણ નામના શખ્સે કબૂલાતનામાં પર સહી કરાવીને કારમાં પૈસા બતાવ્યા હતા. 27 વિધા જમીનની કિંમત 27 કરોડ રૂપિયા થાય છે. જેમાં 11.11 કરોડમાં જમીન વેચાણ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાંથી 1 કરોડ રૂપિયા ટુકડે ટુકડે મંગાજીને આપવામાં આવ્યા હતા.

અને ત્યાર બાદ પૈસાની ચૂકવીને છેતરપિંડી કરતા ખેડૂતે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સોએ અભણ ખેડૂતને ખોટા દસ્તાવેજો પર સહીઓ કરાવીને જમીન પચાવી દીધી. ખેડૂતએ વિરુદ્ધ કરતા તેને રિવોલ્વર બતાવીને ધમકી પણ આપી.

આ જમીન પચાવવાનો મુખ્ય સૂત્રધાર એવા ભરતસિંહ ચૌહાણ અગાઉ હત્યાના ગુનામાં જેલમાં હતા અને તેના પર હજુ પણ ઘણા ગુનાઓ નોંધાયેલા છે. ખેડૂતને ધાકધમકી આપીને પૈસાના આપવા પડે માટે બધાજ રૂપિયા ચાઉં કરી ગયા હતા.

રામોલ પોલીસે આ મામલે ધાકધમકી અને છેતરપિંડી થઇ હોવાના પુરાવા લઈને ખેડૂતની ફરિયાદ નોંધી છે. પોલીસે નરોડાના બિલ્ડર – ભૂમાફિયા સહિત 9 આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપી વિરમ દેસાઈની ધરપકડ કરી. જમીન કૌભાંડમાં 8 આરોપીઓ હજુ ફરાર છે.

 168 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર