બેંકના હપ્તા બાકી છે તેમ કહી પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

વાસણામાં પઠાણી ઉઘરાણી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ

‘ઘર ખાલી કરો નહીં તો માલ સમાન બહાર ફેંકી દઇશું..’

અમદાવાદ શહેરના વાસણા ખાતે બેંકના નામે પઠાણી ઉઘરાણીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર શખ્સોએ હપ્તા બાકી હોવાનું કહી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર ખાલી કરવા દાદગીરી કરી હતી. જો કે આ મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
 
હાલમાં જ રાજ્યમાં બેંકની પઠાણી ઉઘરાણીના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો હતો. જો કે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે, લોન વસૂલવા બેંક કોઇ પણ જાતની પઠાણી ઉઘરાણી નહીં કરી શકે.. છતાં રાજ્યામાં અવાર નવાર બેંકની પઠાણી ઉઘરાણીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વાસણા ખાતે પણ બેંકની પઠાણી ઉઘરાણી ફરિયાદ સામે આવી છે.
 
વિગત મુજબ, વાસણા ખાતે ચંન્દ્રનગર બાજુ આવેલ કિર્તીમંદિર સોસાયટીમાં રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રોજ ચાર શખ્સો ઘરે આવી બેંકનો હપ્તો બાકી હોવાનું કહી દાદાગીરી કરવા લગ્યા હતા. આરોપી રણજીતભાઇ ભરવાડે જણાવ્યું હતું કે બેંકના હપ્તા બાકી છે તે હું લેવા આવ્યો છું. ફરિયાદી મહિલાનો પતિ બહાર હોવાથી ફોન પર વાત કરાવી હતી. જેમાં આરોપીઓએ મહિલાના પતિને ઘરે આવવા કહ્યું હતું. આ દરમિયાન મહિલાનો પતિ ઘરે આવતા એક આરોપીએ બોચી પકડી બળજબરી બેસાડી કહ્યું, આ મકાન આમારું છે ખાલી કરી દો નહીં તો માલ સમાન બહાર ફેંકી દઇશું.. એટલું જ નહીં બેંકમાંથી આવેલા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
 
ત્યારબાદ મહિલાએ પોતાના જેઠને ફોન કરી તાત્કાલિક ઘરે બોલાવ્યા હતા. મહિલાનો જેઠ ઘરે આવ્યા બાદ બેંકમાંથી આવેલા માણસો સાથે ચર્ચા કરી મામલો ઠારે પાડ્યો હતો. ત્યાર બાદ આરોપીઓ ઘરેથી જતા રહ્યા હતા. જોકે બાદમાં મહિલાએ વાસણા પોલીસ મથકે જઇ ચાર આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પોલીસે રણજીતભાઇ મોહનભાઇ ભરવાડ, મનજીતસિંગ મલકોતસિંગ અઠવાલ, મોનીક રણજીતભાઇ ભરવાડ, જતીન ગણેશભાઇ ભરવાડ તેમજ રાજદિપસિંહ અજીતસિંહ મોરી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 27 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર