September 21, 2020
September 21, 2020

વિરોધીઓના પડકાર અને અટકળો સામે ‘વિજય’ મેળવી રૂપાણીએ પૂર્ણ કર્યા ચાર વર્ષ

રાજયમાં સતત ચાર વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બનશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રગતીશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાનાં મુખ્યો આધારિત ચાર મુખ્ય સ્તંભ પર કામ કરતી સરકાર આજે ચાર વર્ષ પૂર્ણ કરી રહી છે. ગુજરાતમાં સળંગ ચાર વર્ષ શાસન કરનાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી બન્યા. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજયભાઈ રૂપાણીએ શપથ લીધા ત્યારથી આ સરકાર સતત લોકો માટે જે કામ કરી રહી હોય તેવી ખરાઅર્થમાં પ્રતિતિ ગુજરાતની સાડા છ કરોડની જનતાએ કરી છે. 

2016માં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામુ આપી દીધા બાદ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની ગતિવિધિ શરુ થઇ હતી તેમની હરીફાઈમાં અન્ય સિનિયર નેતાઓ પણ હતા તેમ છતાં તેઓની મુખ્યમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઝળહળતો વિજય અપાવ્યો હતો અને ફરીથી 22 ડિસેમ્બર 2017ના રોજ મુખ્યમંત્રી તરીકે રિપીટ વરણી કરવામાં આવી હતી.

વિજય રૂપાણી ભાજપમાં કોઈ જ્ઞાતિ-જાતિ કે વર્ગ નહી પણ એક તટસ્થ નેતૃત્વની છબી બનાવી શકયા છે. તેઓ પોતાની મર્યાદા જાણતા હોવા છતાં તેને કદી શાસનમાં વિધ્ન બનવા દીધા નથી. સી.કે.પાટીલ તો હાલમાં જ પ્રદેશ પ્રમુખ બન્યા નહીતર જીતુ વાઘાણીના સમયમાં સંગઠનમાં વિજય રૂપાણીનો અવાજ જ મહત્વનો ગણાતો હતો અને હજુ પણ તેના જેવી સંગઠન ક્ષમતા ભાજપના અન્ય નેતાઓમાં ભાગ્યે જ છે અને તેઓ સરળતાથી ઉપલબ્ધ છે તેથી જ સ્વીકાર્ય છે.

વિજયભાઈ રૂપાણીનાં શાસનમાં સૌ પ્રથમ વખત સી.એમ ડેશબોર્ડ કાર્યરત થયું,  સોલાર રૂફટોફ સીસ્ટમ યોજના સફળ, ડિસેલિનેશન પ્લાન્ટનું સ્થાપન, ડીપસી પાઈપલાઈન પ્લાન્ટનું સ્થાપન,  સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન થયું, ખેડુતોને કરવેરા અને વીજજોડાણ માફી યોજના, ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ, ખેત ઉત્પાદનોની ટેકાના ભાવે ખરીદી,  ખેતરની ફરતે તારની વાડ બનાવવાની યોજના,  સિંચાઈથી લઈ ઘાસચારની સવલત,  પાણી, વીજળી, ખાતર બારેમાસ, સૂર્યશક્તિ કિસાન યોજના, બે નવી વેટરનરી પોલીટેકનીક, ૧.૫૦ કરોડ પશુઓનું રસીકરણ, અછતગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ સહાય પેકેજ, નવી કૃષિ યુનિવર્સિટી સ્થાપના-મંજૂરી, યુવાનો માટે અને શિક્ષણ-રોજગારી માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીશસીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, ૩૦ લાખથી વધુ કારખાનાઓનો વિકાસ, બિનઅનામત આયોગની રચના, સાયકલ, ટેબ્લેટ, લેપટોપ, ઈન્ટરનેટ, સ્માર્ટબોર્ડ, ઈ-ક્લાસ, ઈ-લાયબ્રેરી સુવિધા,  જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, મિશન વિદ્યા અભિયાન, નવી કોલેજ, યુનિર્સિટી મંજૂરી, ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં ત્રણ ગણો વધારો, દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય, ૭૫૦થી વધુ કૌશલ્ય નિર્માણ કેન્દ્રો શરૂ થયા, ટ્યુશન ફી સહાય, સ્ટાર્ટ અપ ઈનોવેશન યોજના, ઈનસ્કૂલ, શક્તિસ્કૂલ યોજના, ખેલે ગુજરાત અને વિકલાંગ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે.

વિજય જેવા ભાઈએ મહિલા માટે   ચિરંજીવી યોજના, પોષણક્ષમ આહાર યોજના, દૂધ સંજીવની યોજના, આશાવર્કર-આંગણવાડી બહેનોના વેતનમાં ૫૦ ટકાનો વધારો, વિધવા બહેનો નાણાકીય સહાયમાં વધારો, ૧૮૧ અભયમ યોજના, વહાલી દીકરી યોજના, જનની સુરક્ષા યોજના, લગ્ન માટે નાણાકીય સહાય, ક્ધયાઓને વિનામૂલ્યે શિક્ષણ, હોસ્ટેલ અને ભોજનની સુવિધા, ૨૭૦ મહિલા અદાલતો કાર્યરત, મહિલા રોજગાર મેળા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા આરક્ષણ, સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા આરક્ષણ, સરસ્વતી સાધના યોજના અને મહિલા સ્કોલરશીપ યોજના અમલમાં મુકી છે.

મુખ્યમંત્રી મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજના, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, બોટ એમ્બ્યુલન્સ સેવા, ઓરી-રૂબેલા રસિકરણ અભિયાન, ૨૫૦થી ૬૪૨ પ્રકારની આરોગ્યરક્ષક દવાઓ વિનામૂલ્યે આપી, મુખ્યમંત્રી નિદાન યોજના, જનઔષધિ કેન્દ્ર, મેડિકલ એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએટની ૧૦૯ બેઠકો, હોમિયોપેથીકમાં ૧૭૫ બેઠકો, આયુર્વેદમાં ૫૪૦ બેઠકોનો વધારો, અકસ્માતનાં પ્રથમ ૪૮ કલાક દરમિયાન રાજ્યની કોઈપણ સરકારી કે બિનસરકારી હોસ્પિટલમાં ૫૦૦૦૦ સુધીની નિ:શુલ્ક સારવાર, ગુજરાતને રાજકોટમાં એઈમ્સ અને ની રિપ્લેસમેન્ટ, હીપ રીપ્લેસમેન્ટ માટે એક પગના ૪૦ હજાર અને બે પગના ઓપરેશન માટે ૮૦ હજારની સહાય આપવાની યોજના આવી છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાને કારણે લાંબા સમયથી બંધ થયેલી મુખ્યમંત્રી વિજય રૂપાણીના ‘મોકળા મને સંવાદ’નો આજથી પુનઃપ્રારંભ થશે. આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાંજે યોજાનાર કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ અને કોરોનાને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો સાથે મોકળા મને સંવાદ કરશે. આ માટે 40થી વધુ વ્યક્તિઓને આમંત્રણ અપાયું છે.

 79 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર