હેડક્લાર્ક પરીક્ષા રદ્દ : યુવરાજસિંહે કહ્યું – સરકારના નિર્ણય આવકારું છું..

”ગૌણ સેવાએ પુરાવા માન્ય ન રાખ્યા, મીડિયાએ રાખ્યા તેનો આભાર..”

પેપર લીક કાંડમાં થયેલા મોટા ખુલાસાઓ બાદ આજે ગુજરાત સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે જે હવે માર્ચ મહિનામાં લેવામાં આવશે. તો બીજી તરફ સમગ્ર મુદ્દાને પુરાવા સાથે રજૂ કરનાર આંદોલનકારી અને AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણય આવકારું છું સાથે જ વેધક સવાલ કરતાં કહ્યું કે સરકારી પ્રેસ હોવા છતા ખાનગી પ્રેસને પેપર છાપવા આપવાનું કારણ શું? તેની પણ તપાસ થવી જોઈએ.

પરીક્ષા રદ કરવાની જાહેરાત થતા જ યુવરાજસિંહએ મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે ખાનગી પ્રેસને કેમ પેપર છાપવા અપાય છે તે એક મોટો સવાલ છે. ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા પર પણ શંકાની સોય ઘેરાયેલી છે. ગૌણ સેવા પસંદગીના અધ્યક્ષ,સચિવ કે અધિકારી જેની સંડોવણી હોય તેમને સજા મળે તેવી માંગ કરતાં કહ્યું છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે. માટે `હવે વિશ્વસનિયતા જળવાય તે જરૂરી છે તેને લઈને તપાસ પાસે SITની રચના કરવામાં આવે. સાથે આ પહેલા લેવાયેલી સબ ઓડિટરની પરીક્ષા પર પણ શંકા છે તેની પણ તપાસ થાય તેવી માંગ યુવરાજસિંહે કરી છે.88 હજાર વિદ્યાર્થીઓના ટ્રાવેલિંગ ખર્ચ અંગે પણ સરકારને વિચાર કરવા રજૂઆત કરશે તેવી વાત મૂકી હતી.

12 ડિસેમ્બરે લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક 9 ડિસેમ્બરે થવાની ઘટનાથી રાજ્યના 88 હજાર બેરોજગારોનું ભવિષ્ય બગડ્યું છે. આ પેપરલીક થયું હોવાનો સૌથી પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યો હતો, તેમજ યુવરાજસિંહે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ પરમાર સાહેબને પૂરાવાઓ પણ આપ્યા હતા.

આમ છતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા પૂરાવા ન હોવાનું કહી લૂલો બચાવ કરી રહ્યા હતા. જોકે બીજા દિવસે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ પેપર ફૂટ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ યુવરાજસિંહે અસિત વોરાને જો ચેરમેનપદેથી હટાવવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બિલાડીને જ કહીએ કે તું દૂધનું ધ્યાન રાખજે એના જેવું છે. યુવરાજસિંહે અસિત વોરા સામે આરોપ લગાવ્યો હતો.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી