હેડ ક્લાર્ક પેપર લીક મામલો, શંકાસ્પદ 8 લોકોની અટકાયત

યુવરાજસિંહના દાવા પ્રમાણે, પેપર અંદાજીત 72 જેટલા ઉમેદવારો પાસે પહોંચ્યું

દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઇ જતા ઉમેદવારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. ત્યારે આજે આ અંગે ગાંધીનગરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આક્ષેપો થયેલા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમા તેઓ પોલીસની અત્યાર સુધીની કાર્યવાહી અંગે સમીક્ષા કરશે. આ સાથે ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. આ સાથે આમાં આઠ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ગૌણ સેવા પસંદગી પેપર લીક મામલે પ્રાંતિજના ઉંછા પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસ મામલે ખુલાસો થયો છે. જ્યાંથી આ પેપરલીક થયુ હતું. ફાર્મ હાઉસ માલિક ડૉ. નીતિન પટેલે પોતાની સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે ઇસમે પોતાના મકાનના ફોટા વાયરલ કર્યા છે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરાશે. જે ફોટા વાયરલ કરવામાં આવ્યા આવ્યા છે તે મકાન ફાર્મ હાઉસ નથી, પણ તે ડો નીતિન પટેલનું મકાન છે. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું અને તેની સાથે વાયરલ કરવામાં આવેલ ફાર્મ હાઉસના ફોટા ખોટા છે તેવું ડૉ. નીતિન પટેલે જણાવ્યું. તેમણે કહ્યું કે, જે ઇસમોએ ફોટા વાયરલ કર્યા છે તેમની સામે અમે પોલીસ ફરિયાદ કરીશું. ડો નીતિન પટેલે પોતાની ઘર બહાર ફોટા પાડતા લોકોના સીસીટીવી પોલીસ અને મીડિયાને આપ્યા છે.

 ચેરમેન અસિત વોરાએ કહ્યું કે, અત્યાર સુધી પેપર લીકના કોઈ પુરાવા મળ્યા નથી, ન તો કોઈ ફરિયાદ અમારી પાસે આવી છે. છતાં જો ગેરીરિત થયેલી હશે તો તંત્ર દ્વારા પગલા લેવાશે. 

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરીક્ષા નિષ્પક્ષ રીતે લેવાય તેવા તમામ પ્રયાસો કરાયા છે. ટ્રાન્સપરન્ટ પરીક્ષા લેવાય તેવા મંડળ દ્વારા સતત પ્રયાસો રહ્યાં છે. તેથી પરીક્ષાર્થીઓ નિશ્ચિંત રહે. પરીક્ષા પારદર્શિતાથી લેવાઈ છે. તાજેતરમાં હેડ ક્લાર્કના 186 જેટલી જગ્યા માટે 88 હજાર ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્વક પરીક્ષા લેવાઈ હતી. બીજા દિવસે અમને પેપર લીક થયાના સમાચાર મળ્યા હતા. અમે મંડળે નિર્ણય કર્યો હતો કે, સાંજ સુધી અમારી પાસે કોઈ ફરિયાદ આવી છે કે કેમ. પરંતુ અમારી પાસે પેપર લીકના કોઈ પુરાવા નથી.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી