હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક, 10થી 12 લાખમાં વેચાયું હોવાનો AAPના નેતાનો દાવો

હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી લીક થયું હોવાનો આક્ષેપ

બિન સચિવાલય બાદ હવે હેડ ક્લાર્કની પરીક્ષાનો વિવાદ સર્જાયો છે. રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્કની 189 જગ્યા માટે પરીક્ષા યોજી હતી. ત્યારે હવે આ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ લીક થયાનો AAP પાર્ટીના યુવાનેતા યુવરાજસિંહે દાવો કર્યો છે. પેપર લીક થયાના પુરાવા સાથે યુવરાજસિંહે નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું છે કે, હિંમતનગરના પુસા ફાર્મહાઉસથી પેપર લીક થયું છે. લીક થયેલું પેપર 16 ઉમેદવારને મોકલવામાં આવ્યું છે. રૂ.10થી 12 લાખમાં પેપરનું વેચાણ થયુ હોવાનો પણ દાવો કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારો પરીક્ષા આપી હતી. 782 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાયેલી હેડ કલાર્કની 186 જગ્યા માટેની પરીક્ષા રવિવારે રાજ્યના 6 સેન્ટરો પર યોજાઈ હતી. તમામ સેન્ટરો પર મળી કુલ દોઢ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આપના નેતાએ દાવો કર્યો હતો કે, હેડ કલાર્કની પરીક્ષા રવિવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ હતી. પરંતુ, પેપરમાં પૂછાયેલા સવાલના જવાબો સવારે 10 વાગ્યાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.

રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ભાવનગર, સુરેન્દ્રનગર, વડોદરા, પ્રાંતિજ સહિતના 72 જેટલા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા પહેલા જ પહોંચી ગયાનો આક્ષેપ કરવામા આવ્યો છે.

રવિવારે યોજાયેલી હેડ કલાર્કની પરીક્ષાનું જે પેપર લીક થયાનો દાવો કરવામા આવી રહ્યો છે તે અલગ અલગ શહેરોમાં 8 લાખથી લઈ 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો આપ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.

હેડ ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર લીક થયા આક્ષેપ મામલે સાબરકાંઠાના પ્રાતિજના ફાર્મ હાઉસ પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી