રામબાણ ઇલાજ છે કારેલાના જ્યૂસ, જાણો ફાયદા અને ગેર ફાયદા

કારેલા ગુણકારી છે અને તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં પણ થાય છે. કારેલા ભલે કડવા રહ્યા પણ ગુણોનો ભંડાર છે. કારેલાનો રસ પેન્ક્રિયાઝ એટલે કે અગ્નાશયની બીટા કોશિકાઓને સુરક્ષા પૂરી પાડે છે, જે ઈંસ્યુલિનનું પ્રમાણ ઘટાડે છે. જે પિત્ત રસને વધારે છે જેથી ફેટ મેટાબોલાઇઝ થાય છે.

કારેલાના જ્યૂસના ફાયદા:

કારેલામાં પાણી વધારે અને કેલરી ઓછી હોય છે. ખાલી પેટે કારેલાના જ્યૂસ પીવો જોઇએ અને એક કલાક સુધી કંઇ ખાવુ-પીવુ નહી. કારેલાના પોષકતત્વોનો ખજાનો છે. કારેલા એકસ્ટ્રા ફેટને બળવા માટે મદદરૂપ થાય છે.

કારેલામાં 3 સક્રિય એન્ટી ડાયાબિટકી પદાર્થ હોય છે. જેને ચારેંટિન, વિસીન અને પૉલીપેપ્ટાઈડ-પી કહેવાય છે. જે શરીરમાં ઈંસ્યુલિન પ્રતિરોધ અને ગ્લૂકોઝના સ્તરને ઘટાડે છે. ઈંસ્યુલિન ઓછુ હોય તો ગ્લૂકોઝનું સ્તર ખરાબ થાય છે અને વધારે હોય તો અચાનક ભૂખ લગાવી તેમજ વજન વધવાનું કારણ બને છે.

કારેલામાં લગભગ 90% પાણી છે, જે ભૂખને દબાવવામાં મદદ કરે છે. સાથે જ શરીરમાંથી ઝેરીલા તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. ટોક્સિન્સ વજન વધારવામાં સૌથી વધુ જવાબદાર હોય છે.

કારેલાના જ્યૂસના ગેરફાયદા

જ્યારે લિવર અને કિડનીની તકલીફ ધરાવતી વ્યક્તિઓ માટે લાભકારી નથી. ગર્ભાવસ્થા દરમિયાન કારેલાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ગર્ભપાત થઈ શકે છે. કારેલાના જ્યૂસથી પેટનો દુઃખાવો, માથાનો દુઃખાવો અને તાવ જેવી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. કારેલાના સેવનથી હિમોલાઈટિક એનીમિયા થઈ શકે છે.

 139 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી