જાણો કાળા મરી ખાવાનાં ફાયદા

તમે બધાએ કાળા મરીનું નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંટી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે.

સામાન્ય રીતે કાળા મરીનો ઉપયોગ ભારતીય રસોડામાં એક મહત્વનાં તેજાનાં તરીકે ઉપયોગમાં થાય છે. આપણા પૂર્વજોએ પૂરા પાડેલાં મરી-મસાલા અને તેજાનાંનો યોગ્ય માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે. કાળા મરીએ ત્રિદોષ નાશક છે. આપણા શરીરનું બંધારણ જે, વાત્, પિત્ત અને કફથી થયું છે, તે ત્રણને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અનિવાર્ય રહ્યો. કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે. તો જાણીએ કે કાળા મરીના કેવા ફાયદા ઓ કે જે તમારા માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

 1. ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.
 2. 1 કપ પાણીમાં લીબું,સંચળ અને કાળા મારી પાવડર નાખી પીવાથી ગેસથી રાહત થશે.
 3. ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે.
 4. કાળી મરીને ઝીણા પીસીને ઘીમાં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે
 5. જો તમને પેટમાં કરમિયાની સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.
 6. જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.
 7. જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.
 8. શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી ઉમેરીને ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
 9. કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.
 10. હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો, તેણે સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.
 11. દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે
 12. જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.
 13. ફૂદીનાના 30 પાન લઈ તેની અંદર બે ચમચી વરિયાળી અને કાળા મરીને બરાબર પીસીને એક ગ્લાસ પાણીની અંદર ઉકાળી લો. અને ત્યાર બાદ એડકી આવતી વખતે જો આ મિશ્રણનું સેવન કરવામાં આવે તો માત્ર થોડા સમયની અંદર તમારી સમસ્યા બંધ થઈ જાય છે.
 14. મહિલાઓ માટે આ કાળા મરીનું સેવન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમકે કાળા મરીની અંદર વિટામિન સી એ અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે તમને કેન્સર થતા અટકાવે છે.

 55 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી