જાણો કયા ખોરાકમાં છે પ્રોટીન, શરીર માટે છે અત્યંત જરૂરી

પ્રોટીન આપણા શરીરમાં કોશિકાઓના નિર્માણ અને સમારકામનું કાર્ય કરે છે. પ્રોટીનની હાજરીથી હાડકાં મજબૂત બને છે અને શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

  • દૂધ અને દૂધની બનાવટો, ચણા, વટાણા, મગ, મસૂર, અડદ, સોયાબીન, રાજમા, ઘઉં, મકાઈ વગેરે શાકાહારી સ્ત્રોતના ઉદાહરણ છે.
  • માંસ, માછલી, ઇંડા, વગેરે માંસાહારી સ્ત્રોતના ઉદાહરણ છે.

પ્રતિ કિલોગ્રામ વજનની સાપેક્ષે દરેક મનુષ્યએ એક ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય છે. મતલબ કે, જો કોઈનું વજન ૫૦ કિલોગ્રામ હોય તો નિત્ય ૫૦ ગ્રામ પ્રોટીન લેવું આવશ્યક છે. બાળકોને પ્રોટીનની આવશ્યકતા અધિક હોય છે કારણ તેમનો વિકાસ થઇ રહ્યો હોય છે.

ઘણા લોકો પ્રોટીનની ખામીને દૂર કરવા માટે બજારમાંથી મળતા પ્રોટીન પાવડરનું સેવન કરતા હોય છે. પરંતુ આ સપ્લિમેન્ટ્સને ડોક્ટરની સલાહ લીધા બાદ જ લેવા જોઇએ. તેની અસર કરતા આડઅસર વધારે હોય છે. પ્રોટીનને કુદરતી રીતે પ્રાપ્ત કરવામાં આવે તો જ તે શરીર માટે હિતાવહ રહે છે. કૃત્રિમ સ્ત્રોત દ્વારા મળતા પ્રોટીનમાં અનેક આડઅસર હોય છે.

ઘડપણમાં પણ પ્રોટીનની આવશ્યકતા વધારે હોય છે કારણ કે પ્રોટીનથી જલ્દી હજમ થઈ જાય છે.  આ સમયે જો તેમની અંદર પ્રોટીનની માત્રા ઘટી જાય છે તો તેઓ અનેક રોગોનો શિકાર બની શકે છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી