સિવિલ હોસ્પિટલથી “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્યમંત્રી

ગ્રીન કોરિડોરથી દર્દીઓને વિવિધ સેવાઓ ઉપલ્બધ થશે

રાજ્યના ગરીબ અને જરૂરિયાતંદ લાભાર્થીઓને આરોગ્ય સેવાઓ સરળતાથી અને નિ:શુલ્ક મળી રહે તે માટે PMJAY-MA કાર્ડના લાભથી લાભાન્વિત કરવા સરકાર દ્વારા 100 દિવસ “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગાડ્રાઇવ ચલાવવામાં આવશે. આ મેગા ડ્રાઇવમાં રાજ્યના નગરો-મહાનગરો ઉપરાંત ગ્રામ્ય સ્તરે સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર ખાતે પણ નાગરિકોને PMJAY-MA કાઢી આપવામાં આવશે.

સરકારી હોસ્પિટલોમાં PMJAY-MA કાર્ડ અંતર્ગત સ્વાસ્થય સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની પણ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે. જે અંતર્ગત હોસ્પિટલના પ્રવેશદ્વાર / ઓ.પી.ડી. ખાતે કિયોસ્ક હેલ્પ ડેસ્ક ફરજિયાત પણે કાર્યરત કરીને દર્દીઓને મુંઝવતા પ્રશ્નોના સ્થળ પર ત્વરાએ નિરાકરણ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં આ યોજનાના લાભાર્થી માટે અલગ કેસબારી / અલગ રજીસ્ટ્રેશન સિસ્ટમ ઉભી કરવામાં આવશે. લાભાર્થીઓને હોસ્પિટલ ખાતેના પ્રવેશથી લઇ સારવાર બાબતે PMJAY-MA યોજનાને પ્રાધાન્યતા અપાય તથા વધુના વધુ લાભાર્થીઓ આ કાર્ડનો ઉપયોગ કરી શકે તે માટે ઓરાગ્ય મિત્ર (લાભાર્થી માર્ગદર્શક)ની નિમણૂક કરવામાં આવશે. આ આરોગ્ય મિત્ર દર્દી દાખલ થાય ત્યાર થી લઇ ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી તેના સૂચારૂ વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે. આ કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ , સુવિધાઓ, દવાની બારી અથવા લેબોરેટરી તથા અન્ય જગ્યાઓએ પણ તાત્કાલિક સેવા મળી રહે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરાશે.

અત્રે નોંધીનય બાબત છે કે, PMJAY-MA કાર્ડ યોજના અંતર્ગત મળતા નાણાનો સરકારી હોસ્પિટલ / દવાખાનાને સુદ્રઢ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રાપ્ત થતી સરકારી આવક થી 25% ઇન્સેન્ટિવની રકમ હોસ્પિટલના તબીબો અને પેરામેડિકલ સ્ટાફની કામગીરીને પ્રોત્સાહિત કરવા ઉપયોગમાં લેવામાં આવે છે.

નાણાકીય વર્ષ 2020-21 માં રાજ્યના 33 જીલ્લાઓમાં 24,222 લાભાર્થીઓએ PMJAY-MA અંતર્ગત સારવાર મેળવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 53.37 કરોડ જેટલો ખર્ચ કરીને દર્દીઓને નિ:શૂલ્ક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લામાં 16,246 દર્દીઓને 38.43 કરોડ, રાજકોટમાં 2,213 દર્દીઓને 3.22 કરોડ, પાટણમાં 682 દર્દીઓને 1.39 કરોડ અને વડોદરામાં 516 દર્દીઓને 81 લાખના ખર્ચે વિવિધ પ્રકારની આરોગ્યને લગતી સારવાર PMJAY-MA યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી