September 21, 2020
September 21, 2020

કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટની મુલાકાતે પહોંચ્યા જયંતિ રવિ, અધિકારીઓ સાથે કરી બેઠક

રાજકોટમાં 30 થી વધુ ટકા લોકો હોમ આઈસોલેશનમાં, ટેસ્ટમાં વધારો કરવાથી કેસો વધ્યા

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોની સાથે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર ગણાતા રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાને લઇને મૃત્યદરમાં પણ વધારો થયો હતો.

ત્યારે આજે આરોગ્ય સચિવ કોરોનાનોતાગ મેળવવા રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. જયંતી રવિએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રેમ્યા મોહન, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સારુ કામ કરી રહ્યા છે. પરંતુ હજી પણ પગલા લેવા પડશે. જેથી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને તેના ડામવા માટે તંત્ર એક્ટિવ છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોવિડ 19ની તાસીર એવી છે કે, તે સંક્રમણથી ફેલાય છે. આપણે જોયું કે, કોરોના વાયરસ ચીનથી ફેલાઈને યુરોપ, ઈટલી, સ્પેન અળગ અળગ દેશોમાં ફેલાયું છે. અને ભારતમાં પણ પહોંચ્યું. છે. કોરોનાના કેસ સૌથી પહેલા વધે છે, અને બાદમાં તેના ઘટાડો થવાની શરૂઆત થાય છે. 

જણાવી દઇએ, રાજકોટમાં 990 એક્ટિવ કેસ છે, જેમાંથી શહેરમાં 730 અને ગ્રામ્યમાં 257 કેસ છે.  રાજકોટમાં 30 થી વધુ ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે. અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સૂચવ્યા છે તેનાક રતા ચાર ગણા ટેસ્ટીંગ ગુજરાતમાં કરી રહ્યા છે. તેનું સફળ પરિણામ પણ મળ્યું છે. સફળ અમલીકરણથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે.  

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર