સુરતના પાંડેસરમાં હૃદયદ્વાવક ઘટના!

ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા જતા મહિલાનું મોત

સુરતના પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ  લેવા ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા માટે ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લીધી હતી. દિવાળી વેકેશનમાં ખુશીનો માહોલ ગમમાં ફેરવાઇ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી ઘટેની આ કરૂણાંતિકાને પગલે પરિવાર શોકમાં ગરકાવ તઇ ગયો છે. તો બીજી તરફ પરિવાર પણ શોકમાં ગરક થઇ ગયો છે. 

દિવાળી વેકેશનના ખુશીના માહોલમાં વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. 5 વર્ષના પ્રેમલગ્નમાં ફરવાની ખુશી માતમમાં ફેરવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારે બનેલી આ દુઃખદ ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

બિપિન શ્રીવાસ્તવ (નાના ભાઈ)એ જણાવ્યું હતું કે ભાઈ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને 5 વર્ષ જ થયાં હતાં. કોઈ બાળક ન હતું. અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો, આખો પરિવાર શોકમાં છે.

વિમલે જણાવ્યું હતું કે અમે આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી. બસ, પલક ઝબકતાં જ કોઈ ફોર-વ્હીલ કારનો ચાલક સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો. નજરે જોયેલી ઘટના પછી પણ વિશ્વાસ થતો નહોતો. સોનલ રોડ પર ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી. દોડીને તત્કાલિક તેને સારવાર માટે સિવિલ લઈ આવતાં મૃત જાહેર કરાઈ હતી. આ સાંભળી જાણે હૃદય બંધ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી