…તમને ખબર છે તરબૂચ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ

ઉનાળાની સીઝન છે ત્યારે બપોરના સમયે ફ્રૂટ-ડિશમાં તરબૂચનો સમાવેશ કરવો બેસ્ટ ગણાય છે. ઠંડકની સાથે શરીરને જરૂરી પોટેશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ પણ એમાંથી મળી રહે છે એ એનો બેવડો ફાયદો છે. સામાન્ય રીતે ગરમીમાં પરસેવો થાય એટલે શરીરમાંથી આ મિનરલ્સ પરસેવા વાટે નીકળી જતાં એની કમી થઈ જાય છે. એની સરભર તરબૂચથી થઈ શકે છે.

તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલુ છે. જે કોઈપણ ઈંફેક્શનથી બચાવે છે. અસ્થમા, આર્થરાઈટિસ, કોલોન કેંસર અને ડાયાબિટીઝમાં આ ઉપચારાત્મક પ્રભાવ કરે છે. ડાયાબિટિઝ માટે તરબૂચના બીજ ફાયદાકરક સાબિત થાય છે.

તરબૂચમાં 90% પાણી છે, જે તેને હાઇડ્રેશનનો શ્રેષ્ઠ સ્રોત બનાવે છે. તે એક કુદરતી સ્રોત છે, તે કિડની પર ભાર મૂક્યા વગર પેશાબમાં વધારો કરે છે.

 91 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી