કાળઝાળ ગરમીમાં શેકાતો દેશ, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૪ ડિગ્રીને પાર

જૂન મહિનો શરૂ થયો છે પણ દેશ આખો કાળઝાળ ગરમીમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ અને ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેશમાં વચ્ચે થોડા વિરામ બાદ ગરમીએ ફરીથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે.

રાજ્યમાં અસહ્ય ગરમી વરસી રહી છે. જેને પગલે અનેક  શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. પહેલા તો લોકો બપોરે 12થી 4 વાગ્યા સુધી તાપમાં નીકળવાનું ટાળતા હતા, પણ હવે તો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી લોકો બહાર જવાનું ટાળે છે, આ દરમિયાન રસ્તાઓ પણ સૂમસાન જોવા મળે છે. જોવા જઈએ તો રવિવારનું તાપમાન સુરેન્દ્રનગરમાં ૪૫.૧ ડીગ્રી, અમદાવાદમાં ૪૪.૩ ડીગ્રી, ડીસામાં ૪૪.૧, રાજકોટમાં ૪૪.૯ ડીગ્રી, પાટનગર ગાંધીનગરમાં ૪૪.૨ ડીગ્રી, નોંધાયું હતું. ગાંધીનગરનું સ્થાન એશિયાના ગ્રીનેસ્ટ સિટીમાં આવે છે. તેમ છતાં ગુજરાતનું આ પાટનગર તપી રહ્યું છે. જો ગ્રીન સિટીની આવી હાલત હોય તો ગુજરાતના અન્ય શહેરોની હાલત કેવી હોય તે સમજી શકાય છે.

 13 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર